Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં ધો. ૧૦ના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

દિવસે ને દિવસે મોબાઈલ ની લત ના લીધે લોકોમાં અસર દેખાઈ રહી છે તેવોજ એક કિસ્સો સુરત ના ચિનમાં રહેતા ધોરણ ૧૦ના વિદ્યાર્થીએ ઘરમાં પંખા સાથે રૂમાલ વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. વિદ્યાર્થીને તેના પિતાએ મોબાઈલમાં ગેમ રમવા બાબતે ઠપકો આપી મોબાઈલ લઈ લેતા તેને આ બાબતે માઠુ લાગી આવ્યું હતું અને વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમીક તપાસમાં પિતાએ મોબાઈલ ફોનમાં ગેમ રમવા બાબતે ઠપકો આપી મોબાઈલ લઈ લેતા તે બાબતે માઠુ લાગી આવવાના કારણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. દેવૈયા પરિવારે મૃતક પ્રિન્સની આંખોનું દાન કરવાનો ર્નિણય લીધો હતો અને તેની બન્ને આંખો ચક્ષુબેન્કને દાનમાં આપવામાં આવી હતી. બોટાદના વતની અને હાલ સચિનની શિલાલેખ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ દેવૈયા મીનરલ વોટર સપ્લાય કરવાનું કામ કરે છે. તેમનો ૧૫ વર્ષીય પુત્ર પ્રિન્સ બારડોલીની સ્કુલમાં અભ્યાસ કરતો હતો અને ધોરણ ૧૦ની પરિક્ષા આપી હતી. હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો પ્રિન્સ વેકેશનમાં માતા-પિતા પાસે આવ્યો હતો. પ્રિન્સ મોબાઈલ ફોનમાં સતત ગેમ રમતો હતો. જેથી પિતા પ્રકાશભાઈએ તેને ગેમ રમવાની ના પાડી તેની પાસેથી મોબાઈલ ફોન લઈ લીધો હતો અને ગેમ રમવા બાબતે ઠપકો પણ આપ્યો હતો. જે વાતનું પ્રિન્સને માઠુ લાગી આવ્યું હતું અને પ્રિન્સે પોતાના ઘરમાં પંખા સાથે રૂમાલ વડે ફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ પરિવારને થતા તેને તાત્કાલિક નીચે ઉતારી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા સચીન પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

Related posts

આયેશા આત્મહત્યા કેસમાં કોર્ટે આરોપી પતિ ને સજા સંભળાવી છે

aapnugujarat

સરખેજમાં નકલી ઘીના કાંડનો પર્દાફાશ : આરોપીઓ પલાયન

aapnugujarat

સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં ખેતીવાડીની વિવિધ સહાય માટે 29781 ખેડૂતોએ અરજી કરી હતી.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1