Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં બે નરાધમોએ પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

યુવતી કે મહિલાઓ સાથે થતાં બનતી ગુનાહિત ઘટનાઓમાં મોટા ભાગે તેમના પરિચિતનો હાથ હોવાનું સામે આવતું હોય છે. આવા અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો ખોખરામાંથી સામે આવ્યો છે. ખોખરા વિસ્તારમાં રહેતી મહિલાને તેના મિત્રએ જ હવસનો શિકાર બનાવી હતી. મહિલાના મિત્રએ તેના મિત્ર સાથે મળીને તેનો સામૂહિક બળાત્કાર કર્યો હતો. લિફ્ટ આપવાના બહાને મહિલાનો મિત્ર તેને પોતાની સાથે લઈ ગયો હતો. બાદમાં મહિલાને ખોખરા વિસ્તારમાં આવેલા રેલવેના પાટા પાસે લઈ જઈ બંનેએ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાને અંજામ આપ્યા પછી બંને શખસો મહિલાને ખોખરામાં મૂકીને ફરાર થઈ ગયા હતા. જે બાદ મહિલાએ આખી રાત એક દુકાનની બહાર ઓટલા પર વિતાવી હતી. આખરે મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશન માં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ખોખરા વિસ્તારમાં રહેતી ૪૩ વર્ષની મહિલા તેના પતિ સાથે રહે છે અને ઘરકામ કરે છે. તેનો પતિ સીટીએમ ખાતે વેલ્ડિંગનું કામકામજ કરે છે. થોડા દિવસ પહેલાં મહિલા તેના ઘરેથી કામથી નીકળી હતી. રાત્રીના બારેક વાગી ગયા હતાય તે ખોખરા રેલવે ક્રોસિંગ પાસેથી પસાર થઈ રહી હતી. એ સમયે પરિણિતાને નાનપણથી ઓળખતો યુવક તેની પાસે આવ્યો હતો. આ યુવક સાથે તેનો અન્ય મિત્ર પણ હતો.આ પરિચિતે મહિલાને લિફ્ટ આપી ઘરે મૂકી જવાની વાત કરી હતી. આવી વાત કરીને બંનેએ પરિણિતાને પોતાના એક્ટિવા પર બેસાડી હતી. બાદમાં બંને શખસો પરિણિતાને એક્ટિવા પર બેસાડીને સુમસામ જગ્યાએ રેલવેના પાટા પાસે લઈ ગયા હતા. જ્યાં કોઈ અવર જવર નહોતી અને અંધારુ પણ હતું. અહીં પહોંચ્યા બાદ બંને શખસોએ પોતાનો અસલી રંગ બતાવ્યો હતો. બંનેએ પરિણિતાના બળજબરી કપડાં કાઢી નાખ્યા હતા. એ પછી બળજબરીપૂર્વક વારાફરતી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યા પછી બંને શખસો પરિણિતાને એક્ટિવા પર બેસાડીને ખોખરા ખાતે ઉતારી ભાગી ગયા હતા.આ ઘટના બાદ મહિલા ડઘાઈ ગઈ હતી અને પોતાના ઘરે પણ જઈ શકી નહોતી. મહિલાનું કહેવું છે કે, તેણે આખી રાત એક દુકાનની બહાર વિતાવી હતી. સવાર થઈ એટલે તે તેના માતા-પિતાના ઘરે ગઈ હતી. તેણે સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરી હતી. બાદમાં મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં બંને શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

Related posts

सिर्फ ७६९७ लाइसेंस प्रशासन द्वारा ऑनलाइन जारी किए गए

aapnugujarat

નવાનદીસર ગામના ત્રણ વિદ્યાર્થીઓએ લોન કટર મશીન બનાવ્યું

editor

जीका वायरस के ३ केस के बाद भारत को केटेगरी-२ में रखा गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1