Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કર્યું

ઉત્તર કોરિયાએ ફરી એકવાર પોતાની બેલેસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કર્યું છે. જાપાન ટાઈમ્સે દેશના રક્ષા મંત્રાલયના હવાલે આ અંગેની જાણકારી આપી છે. જાે કે હજુ સુધી આ મિસાઈલને લઈને વધુ જાણકારીની રાહ જાેવાઈ રહી છે. આ પરિક્ષણે કોરિયાઈ દેશોની ચિંતા વધારવાનું કામ કર્યું છે. દક્ષિણ કારિયા તરફથી જારી એક નિવેદનમાં આ અંગેની પ્રારંભીક જાણકારી આપવામાં આવી છે. જાપાન અને દક્ષિણ કોરિયાએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. જાે કે હજુ અમેરિકા તરફથી આ વિશે નિવેદન આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતથી જ ઉત્તર કોરિયાએ પોતાના મિસાઈલ પ્રોગ્રામને ઝડપથી આગળ વધારવાનું કામ કર્યું છે. આ વર્ષમાં અત્યાર સુધી ઉત્તર કારિયા એક ડઝનથી વધુ વાર મિસાઈલ પરિક્ષણ કરી ચૂક્યું છે. જાપાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે પરમાણુ હથિયાર સંપન્ન ઉત્તર કોરિયા સતત પોતાના હથિયારોનું પરિક્ષણ કરી રહ્યું છે.

Related posts

કેનેડામાં ૧૦ લોકોની ચપ્પુ મારીને હત્યા

aapnugujarat

ભવિષ્યમાં કોઈ મહિલા દલાઈ લામા બની શકે : દલાઈ લામા

aapnugujarat

બ્રિટને કામચલાઉ વિઝાની સ્કીમ મૂકી

editor

Leave a Comment

UA-96247877-1