Aapnu Gujarat
ગુજરાત

ભાજપની મહિલા કોર્પોરેટરના પતિએ બે લોકો ઉપર ચાકુ વડે કરેલા હુમલામાં 13 દિવસ બાદ એકનું મોત

ભાજપની મહિલા કોર્પોરેટરના પતિએ બે લોકો ઉપર ચાકુ વડે કરેલા હુમલામાં 13 દિવસ બાદ એકનું મોત

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 3 ની મહિલા સેવિકા હેમાલી રાણાના પતિ કર્તવ્ય રાણાએ અંગત અદાવતે બે મિત્રો ઉપર હુલાવેલા ચપ્પુમાં 13 દિવસની સારવાર બાદ પ્રિન્સ મહંતનું મોત થયું છે. અગાઉ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કોર્પોરેટરના પતિની ધરપકડ કરી હતી. હવે હત્યાનો ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ છે.

ભરૂચમાં ભાજપની મહિલા નગર સેવિકાના પતિએ અંગત અદાવતે બે યુવાનો પર 13 દિવસ પેહલા શક્તિનાથ વિસ્તારમાં ચપ્પુ વડે હુમલો કર્યો છે. બંને યુવાનો પૈકી પ્રિયંક મહંતની હાલત ગંભીર જણાતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે આઈ.પી.સી. 307 હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર-3ના ભાજપના મહિલા કાઉન્સીલર હેમાલી રાણાના પતિ કર્તવ્ય પ્રવીણભાઈ રાણાએ બે મિત્રો પર છરી વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી જવા પામી હતી.

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર-3ના મહિલા કાઉન્સિલર હેમાલી રાણાના પતિ કર્તવ્ય રાણા તેના કારનામાંથી ફરી એકવાર વિવાદમાં આવ્યો હતો. અને તેની સામે કાયદાનો સિકંજો કસાયો હતો. ભરૂચ ખાતે રહેતા મેહુલ ચૌહાણની કોઈ બાબતે ભાજપ BJP ના મહિલા કાઉન્સિલરના પતિ કર્તવ્ય રાણા સાથે બોલાચાલી થઈ હતી.

શક્તિનાથ વિસ્તારમાં મેહુલ પોતાના મિત્ર પ્રિન્સ મહંત સાથે કર્તવ્યને મળવા ગયો હતો. ત્યાં ઉશ્કેરાયેલા કર્તવ્ય રાણાએ બંનેને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેમાં મેહુલને પગના ભાગે તથા પ્રિન્સને પેટના ભાગે ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર સિવિલ હોસ્પિટલમાં આપ્યા બાદ પ્રિન્સ મહંતને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને આરોપી કર્તવ્ય રાણા વિરુદ્ધ IPCની 307 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરાઈ હતી.

હવે 13 દિવસની સારવાર બાદ વડોદરામાં પ્રિન્સ મહંતે રવિવારે સવારે દમ તોડી દીધો હતો. પોલીસે હવે કોર્પોરેટના પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. આંતરડું કપાઈ જવાથી પ્રિન્સનું બે વખત ઓપરેશન કરવા છતાં લોહીનું વહેંણ બંધ થતું ન હતું. જેના લીધે શરીરમાં ઇન્ફેક્શન થઈ જવાથી આખરે તેનો જીવ ગયો હતો.

Related posts

ઇંડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબ દ્વારા મહા આરતી કાર્યક્રમ યોજાયો

editor

DYSPના ત્રાસના લીધે બ્રોકરે આત્મહત્યા કરી લેતાં ચકચાર

aapnugujarat

ગીફ્ટ સીટી વૈશ્વિક વેપાર અને આર્થિક કારોબારનું હબ બનશે : વિજય રૂપાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1