Aapnu Gujarat
રમતગમત

અરૂણલાલ ૨૮ વર્ષ નાની બુલબુલ સાથે લગ્ન કરશે

ભારતના પૂર્વ ઓપનર અરૂણ લાલ બીજીવાર વરરાજા બનવા જઈ રહ્યા છે. તે ૬૬ વર્ષની ઉંમરે બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમની થનારી પત્નીનું નામ બુલબુલ સાહા છે. બુલબુલની ઉંમર ૩૮ વર્ષની છે એટલે કે તે અરૂણ લાલથી ૨૮ વર્ષ નાની છે.
અરૂણ અને બુલબુલ ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. બંનને ઘણા જૂના મિત્રો છે. અરૂણ લાલે લગ્નની કંકોત્રી છપાવી અને આમંત્રણ આપવાનું શરૂ કરી દીધું છે. તેમના લગ્ન ૨ મેના રોજ કોલકાતા ખાતે પીયરલેસ ઈન હોટલમાં રાખવામાં આવ્યા છે. લગ્નમાં મોટા રિસેપ્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
અરૂણ લાલના પહેલા લગ્ન રીના સાથે થયા હતા. બંનેએ એકબીજાની સંમતિથી સાથે મળીને છૂટાછેડા લીધા છે.
સુત્રો અનુસાર રીના ઘણા સમયથી બીમારીથી પિડાઈ રહી છે. તેણીની મરજીથી જ અરૂણ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. અરૂણ અને બુલબુલે એક મહિના અગાઉ ઈન્ગેજમેન્ટ કરી હતી અને તેઓ ઘણા સમયથી રિલેશનશિપમાં છે.
અરૂણ લાલનો જન્મ ૧ ઓગસ્ટ ૧૯૫૫ના રોજ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં થયો હતો. તે બંગાળ માટે ક્રિકેટ રમ્યા હતા. તેમના લગ્નમાં ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (સીબીએ)ના અધિકારીઓ, સાથી ક્રિકેટરો, બંગાળના ક્રિકેટરો અને પરિવારના અન્ય સભ્યોને પણ આમંત્રણ આપવામાં આવશે. અરૂણ લાલને ૨૦૧૬માં કેન્સર હોવાનું નિદાન થયું હતું જેના કારણે તેમણે કોમેન્ટ્રી છોડી દીધી હતી. ત્યારબાદ તેમણે બીમારીને હરાવીને બંગાળની ટીમનું કોચિંગ કમાન સંભાળ્યું હતું.

Related posts

पैट कमिंस को आराम

aapnugujarat

सपाट विकेट पर तीन विकेट लेकर संतुष्ट हूं : भुवनेश्वर

aapnugujarat

ભારતનો કપિલ દેવ બની શકે છે હાર્દિક : એમએસકે પ્રસાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1