Aapnu Gujarat
બિઝનેસ

સુરતના હીરાની ચમક ઝાંખી પડશે તેવા એંધાણ શરૂ

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે. તેને લઈને આંતરરાષ્ટ્રીય સ્તર પર ડાયમંડ ઉદ્યોગમાં રફ હીરાની સપ્લાય ઘટી રહી છે. તો બીજી તરફ અમેરિકા દ્વારા રશિયામાંથી જે કંપની ડાયમંડની સપ્લાય કરે છે તે કંપની અલરોસા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અમેરિકાએ અલરોસા કંપની પર પ્રતિબંધ મુકતા ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી હીરાઉદ્યોગ ચાલી રહ્યો છે તેમાં કાચા હીરાની અછત સર્જાય તેવું લાગી રહ્યું છે. કારણ કે, રશિયાની અલરોસા કંપની વિશ્વમાં 30 ટકા જેટલો જથ્થો કાચા હીરાની સપ્લાય કરે છે. મહત્વની વાત છે કે, થોડા સમય પહેલા અલરોસા કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં રશિયાની આ કંપની દ્વારા રફ હીરાની સપ્લાય કરવામાં આવે છે તેના પર કોઈ પણ પ્રકારની અસર પડશે નહીં અને મહત્વની વાત છે કે, સુરત મુંબઇ સહિતના મોટા ઉદ્યોગપતિઓ આ કંપનીના મોટા ગ્રાહકો છે. હવે આ કંપની પર અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો હોવાના કારણે મુંબઈ ગુજરાતના હીરા ઉધોગમાં આગામી દિવસોમાં રફ ડાયમંડની અછત સર્જાઈ શકે છે અને રફ ડાયમંડના ભાવમાં થોડો વધારો થઈ શકે તેવી શક્યતા દેખાઈ રહી છે.

Related posts

ગૂગલે ભારતના ૧ લાખ ગામ સુધી પહોંચાડ્યું ઇન્ટરનેટ

aapnugujarat

એરટેલ લાવી રહ્યું છે સાવ સસ્તો ૪જી સ્માર્ટફોન

aapnugujarat

वोडाफोन-आइडिया बंद होती है तो सबसे बड़ा लाभ भारती एयरटेल को

aapnugujarat

Leave a Comment

UA-96247877-1