Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર LCB પોલીસે અલગ અલગ બે તાલુકાઓમાં થી ગેરકાયદેસર દેશી હથિયારો સાથે બે શખ્શોને ઝડપી પાડયા

સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ટીમને ગેરકાયદેસર હથીયાર અંગે બાતમી મળતા લીંબડીમાં દરોડો કર્યો હતો.જેમાં બે અલગ અલગ સ્થળેથી બે વ્યક્તીઓને હાથ બનાવટની પીસ્ટલ સાથે ઝડપી પાડ્યા હતા.બંન્ને સામે લીંબડી પોલીસ સ્ટેશને હથીયાર ધારા અંગેગુનો નોંધાયોહતો.સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં ગેરકાયદેસર રીતે હથીયારોની લેવેચ કરતા અને રાખતા શખ્સોસામે કાર્યવાહીની સુચના આપી હતી. જેને લઇ એલસીબી પીઆઇ એમ.ડી.ચૌધરીના માર્ગદર્શનમાં પીએસઆઇ વી.આર.જાડેજા, એએસઆઇ વાજસુરભા, જુવાનસિંહ, રૂતુરાજસિંહ, અનિરૂધ્ધસિંહ સહિત ટીમે પેટ્રોલીંગ હાથધર્યુ હતુ.

…લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવા દરમિયાન ગેરકાયદેસર હથીયાર અંગે બાતમી મળી હતી. આથી લીંબડી મફતીયાપરાનો રહીશ જયેશ ઉર્યે જયલો પ્રવિણભાઇ પરમારને હાથ બનાવટની પીસ્ટલ રૂ.૨૦૦૦૦ સાથેઝડપી લીધો હતો. જ્યારે પુછપરછમાં હથીયાર એક મહિના પહેલા છોટા ઉદેપુરના રાકેશ આદીવાસી પાસેથી ૦૩ પીસ્ટલ રૂ.૬૦ હજારમાં લાવ્યો હોવાનુ જણાવ્યુ હતુ.જે પૈકી એક એક પીસ્ટલ અજય મનુભાઇ કરપડા રામપરડાવાળાને રૂ.20 હજારમાં વેચી હોવાનુ જણાવ્યુ હતુ. આથી જણાવેલ શખ્સના ઘરે તપાસમાં પીસ્ટલ મળી આવી હતી.આથી બંન્ને સામે લીંબડી પોલીસ સ્ટેશને હથીયાર ધારા અંગે ગુનો નોંધાવાતા વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

દેશના વિકાસમાં પારસી સમુદાયનું યોગદાન નોંધપાત્ર : વૈંકૈયા નાયડુ

aapnugujarat

જમાલપુરમાં ગટર સાફ કરવા ઉતરેલા મજદૂરનું મોત

aapnugujarat

વેટ ઓફિસરાની કનડગતથી વેપારીઓમાં રોષ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1