Aapnu Gujarat
ગુજરાત

ધોરણ-10નું પેપર ફૂટતા સમગ્ર મામલે કોંગ્રેસે તપાસની માંગ કરી

ધોરણ-10 હિન્દી દ્વિતીય પરીક્ષાનું પેપર પરીક્ષા પૂર્ણ થાય તેના અડધા કલાક પહેલા જ સોશિયલ મીડિયા પર વાયરલ થયુ હતુ. આ મામલે હવે કોંગ્રેસે સવાલ ઉભા કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ પત્રકાર પરીષદ કરીને તપાસની માંગ કરી છે.
કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ કહ્યુ કે, વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડા થઇ રહ્યા છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનાર સામે કાર્યવાહી કરવામાં આવે. મનિષ દોશીએ કહ્યુ કે રાજ્ય સરકાર આ અંગે જવાબ આપે. પહેલા પણ સ્કૂલના પેપર આ રીતે જ ફૂટ્યા હતા. અમદાવાદમાં પણ અગાઉ પેપર ફૂટ્યા હતા તેની તપાસ આજ સુધી કેમ કરવામાં આવી નથી.
ધોરણ-10 હિન્દી દ્વિતીયનું આજે અંતિમ પેપર હતુ. આ પેપર પરીક્ષા પૂર્ણ થયાના અડધા કલાક પહેલા જ સોશિયલ મીડિયા પર ફરતુ થઇ ગયુ હતુ. જે પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થયુ છે તેમાં જવાબો સોલ્વ કરેલા હતા. આ સવાલ અને જે પેપર હતુ તે બન્ને એક સરખા જ હતા.
અપના અડ્ડા નામના ફેસબુક પેજ પરથી એક વ્યક્તિએ આ સોલ્વ કરેલુ પેપર શેર કરીને ધોરણ-10નું પેપર ફૂટ્યુ હોવાનો ખુલાસો કર્યો હતો. આ સોશિયલ મીડિયા પેજ પર લખ્યુ ધોરણ-10નું પેપર પુરૂ થવાને હજુ અડધા કલાકની વાર છે પણ કોઇ અજાણ્યા નંબર પરથી મને આ વોટ્સએપ મળ્યુ. સદીઓથી ચાલતુ આવ્યુ છે અને ચાલતુ રહેવાનું છે.

Related posts

ઢોલ-નગારાની સાથે પ્રોપર્ટી ટેક્સ માટેની ઝુંબેશ શરૂ થઇ

aapnugujarat

રાજ્યમાં હજુય વરસાદ ખેંચાવાની શક્યતા

aapnugujarat

બાર કાઉન્સીલની ચૂંટણીમાં મતદાન વેળા વીડિયો રેકોર્ડિંગ, બુથ પર સીસીટીવી માટે માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1