Aapnu Gujarat
ગુજરાત

6 મહિનામાં રાજ્ય સરકારે ચાર નવી પોલિસી સફળતાપૂર્વક અમલી બનાવી, આ પ્રકારના કામો થયા પૂર્ણ

નવા મંત્રીમંડળ સહિતની બનેલી સરકારને શપથ વિધિ પૂર્ણ થયાના 6 મહિના જેટલો સમયગાળો થયો છે ત્યારે આ સમયમાં 6 મહિનામાં રાજ્ય સરકારે ચાર નવી પોલિસી સફળતાપૂર્વક અમલી બનાવી છે.

સ્વસ્થ અને સુરક્ષિત ગુજરાત માટે પ્રતિબધ્ધ એવા મુખ્યમંત્રીશ એ સપ્તાહના દરેક શુક્રવારે આરોગ્ય દિવસ અંતર્ગત બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રિનીંગથી સારવારની શરૂઆત કરી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને દિશાદર્શનમાં દેશના ગ્રોથ એન્જિન અને પોલિસી ડ્રીવન સ્ટેટ ગુજરાતની સિદ્ધિઓને ભૂપેન્દ્ર પટેલે વધુ ઉજ્જવળ બનાવી છે.

તેમના નેતૃત્વમાં રાજ્ય સરકારે ચાર નવી પોલિસી સફળતાપૂર્વક અમલી બનાવી છે, જેમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી -૨.૦; આઇ.ટી. પોલિસી -૨૦૨૨, બાયોટેકનોલોજી પોલિસી અને સ્પોર્ટ્સ પોલિસીનો સમાવેશ થાય છે. આ બધી જ પોલિસી દ્વારા રાજ્યની યુવાશક્તિના કૌશલ્યને વિશ્વસમકક્ષ બનાવવાનો સફળ આયામ આદર્યો છે.

જે અંતર્ગત રાજ્યના ૩ કરોડ ૩૦ લાખ નાગરિકોને આવરી લેવાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.

પાંચ લાખ યુવાનોના કૌશલ્ય નિર્માણ માટે કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.

રાજ્યના નવયુવાનોને સુરક્ષા સેવા ક્ષેત્રમાં જોડવા માટેની સુવર્ણ તક ઉભી કરવામાં આવી છે. ભરતી ની રાહ જોવાઇ રહી હતી ત્યારે પોલીસ સબ ઇન્સપેક્ટરના વિવિધ સંવર્ગોની ૧૩૮૨ જેટલી જગાઓ ઉપર ભરતી કરવા માટે પોલીસ સબ ઇન્સપેક્ટર ભરતી બોર્ડનું ગઠન કરવામાં આવ્યું છે.

લોકરક્ષકના વિવિધ સંવર્ગો માટે ૧૦,૪૫૯ની જગાઓ માટે નવયુવાનોની પારદર્શક ભરતી કરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ ખેડૂતો, વંચિતો, ગરીબો અને આદિવાસીઓના કલ્યાણ માટે અનેક નવતર પહેલ અને લાભકારી નિર્ણયો આ ર૦૦ દિવસની અવિરત કર્તવ્ય યાત્રામાં કર્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાસાયણીક ખાતરમુકત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વિસ્તારવાનું પણ અભિયાન ઉપાડયું છે. આદિજાતિ ડાંગ જિલ્લો ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતીયુકત જિલ્લો જાહેર થયો છે.

એટલું જ નહિ, ગુજરાતનો ખેડૂત હવે ડ્રોન ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરતો થયો છે અને તેનું ઉત્પાદન વધે તથા ઇનપૂટ ખર્ચ ઘટે તેવો નવતર અભિગમ સરકારે અપનાવ્યો છે

Related posts

ઠાકોરસેના નહીં છોડુંઃ અલ્પેશ ઠાકોર

aapnugujarat

હિંમતનગર ખાતે જાગા સ્વામી ભવનમાં ૧૨મો સમુહ લગ્નોત્સવ પરિપૂર્ણ

aapnugujarat

કેન્યામાં ગુજરાતી યુવાનની ગોળીબારમાં હત્યા કરાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1