Aapnu Gujarat
ગુજરાત

કેન્યામાં ગુજરાતી યુવાનની ગોળીબારમાં હત્યા કરાઇ

દુનિયાના મોટા ભાગના દેશોમાં ગુજરાતીઓ વસે છે અને વિદેશમાં રહી પોતાની મહેનતના દમ પર એક ગુજરાતી તરીકે ગુજરાતનું નામ રોશન કરે છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા સહિત અન્ય દેશોમાં ગુજરાતીઓ પરના હુમલાઓ સામે આવતા રહે છે ત્યારે આજે કેન્યામાં એક ગુજરાતી યુવકની ગોળી મારી હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે.
ખંભાળિયા તાલુકાના દાતા ગામના વતની અને કેન્યામાં સ્થાયી થયેલ યુવાનની ગોળીબારમાં હત્યા કરાઇ હોવાની પુષ્ટિ થઇ છે. કેતન હિંમતલાલ શાહ નામના મહાજન યુવાનની કેન્યામાં ગોળીબારમાં હત્યા થઇ હોવાની જાણકારી સામે આવી રહી છે. કેતન શાહને કેન્યામાં પોતાની મોબાઇલની દુકાનમાં હોય ત્યારે બાઈક સવારે તેમના પર ગોળીબાર કરતા તેમનું મૃત્યુ થયું હતું.
કેતન હિંમતલાલ શાહની હત્યાના બનાવની જાણકારી મળતા જ મહાજન પરિવારમાં શોકનું મોજું ફરિ વળ્યું છે ત્યાંજ કેતનભાઇનની હત્યા બાદ કેન્યામાં રહેતા ગુજરાતી લોકોએ પણ આરોપી હત્યારાઓને ઝડપી પાડવા સ્થાનિક પોલીસને માંગ કરી છે.
ઉલ્લેખનિય છે કે, આ અગાઉ વિદેશમાં ખાસ કરીને અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય લોકો પર થયેલા હુમલાઓ ચર્ચામાં રહ્યા હતા. ત્યાં જ વંશભેદના મામલાઓ પણ સામે આવ્યા હતા. જોકે આજે કેન્યામાં મહાજન યુવાનની હત્યાની ઘટનાથી કેન્યામાં સનસની મચી ગઇ છે.

Related posts

रथयात्रा के पहले बम विस्फोट की धमकी : पुलिस अलर्ट हुई

aapnugujarat

છોટાઉદેપુર જિલ્લાના રાયપુર ગામમાં મહિલા પર દીપડાએ હુમલો કર્યો

aapnugujarat

બિસ્માર રસ્તા એપ્રિલ સુધી રિપેર કરી દેવા માટે તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1