Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્‍લામાં દિવાળીના તહેવારોમાં ફટાકડાની દુકાનનો પરવાનો મેળવવા માટે તા.૧૪ મી સપ્‍ટેમ્‍બર સુધીમાં અરજી કરો

 ચાલુ વર્ષે આગામી દિવાળીના તહેવારો દરમિયાન નર્મદા જિલ્‍લામાં ફટાકડાનો ધંધો કરવા માટે નગરપાલિકા અથવા ગ્રામ પંચાયતો નક્કી કરે તે સ્થળે દુકાનો કરવાની પરવાનગી મેળવવા માટેની અરજીઓ નિયત નમૂનામાં ફોર્મ નં-૪ માં ત્રણ નકલમાં સંપૂર્ણપણે માહિતી સાથે જિલ્‍લા મેજીસ્ટ્રેટશ્રી, નર્મદા-રાજપીપળાને તા.૧/૯/૨૦૧૭ સુધીમાં મળે તે રીતે મોકલી આપવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

તદ્અનુસાર, એક્સપ્લોઝીવ રૂલ્સ- ૧૮૮૩ ના નિયમ- ૧૩૫(૧), ૧૬૬ તથા પરવાના ફોર્મ નં.૨૪ ની શરત નંબર (૧) માંથી સરકારશ્રીએ એક્સપ્લોઝીવ એક્ટ-૧૯૮૪ ની કલમ-૧૦(૨) હેઠળ મુક્તિ આપેલ છે તથા ખુલ્લા મેદાનમાં ટેમ્પરરી શેડ બાંધી દુકાનો કરવા માટે સુચના આપેલ છે. જેથી રસ ધરાવતાં ઇસમોએ ઉપરની જોગવાઇઓમાં મળેલી મુક્તિને અનુરૂપ ફટાકડાની દુકાન કરવામાં રસ ધરાવતાં હોય તેઓએ નમુના નં. ૪ માં તા.૧/૯/૨૦૧૭ સુધીમાં ત્રણ નકલમાં અરજી કરવી તથા અરજી ઉપર રૂા. ૩.૦૦ ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાડી સાથે રૂા.૫૦૦/- (અંકે રૂપીયા પાંચસો પુરા) નું ચલણ પરવાના ફી અંગે “ ૦૦૭૦ અધર એડમીનીસ્ટ્રેટીવ સર્વિસ” ના સદરે જમા કરાવીને તેનું અસલ ચલણ સામેલ રાખવું. અરજી સાથે ગત વર્ષમાં મંજૂર કરેલ પ્લાનની ત્રણ નકલો તથા મેળવેલ લાયસન્સની નકલ ઉપરાંત હાલ જે સ્થળે ફટાકડા લાયસન્સ મેળવવા માંગતા હોય તે સ્થળ સ્થિતિનો નવેસરનો પ્લાન અરજી સાથે સામેલ રાખવો. સીટી સર્વે/ નગરપાલિકા/ગ્રામ પંચાયત પાસેથી પ્લોટ ભાડે રાખ્યા અંગેની પાવતી પણ સામેલ કરવી. નક્કી કરવામાં આવેલ સ્થળ સિવાય અન્ય કોઇ સ્થળે પરવાનગી આપવામાં આવશે નહી.

એક્સપ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ તથા વખતોવખતની સૂચનાઓ મુજબ જણાવેલ વિગતે ફટાકડાની દુકાન સ્થળ નિયત વિગતવાળુ હોવું જોઇએ. અરજીનું ફોર્મ જે તે તાલુકાકક્ષાએ મામલતદાર કચેરીમાંથી તથા અત્રેની કલેક્ટર કચેરીની એકસ્ટ્રા ચીટનીશ શાખામાંથી વિનામૂલ્યે મળી શકશે. મુદ્દત બહાર આવેલ અરજીઓ કે અધૂરી વિગતોવાળી અરજીઓ કોઇપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહિ. તદઉપરાંત સરકારશ્રી તરફથી વખતો વખતની જે કંઇ સૂચનાઓ / આદેશો બહાર પડે તેવી જોગવાઇઓનો પણ અમલ કરવાનો રહેશે, જેની ખાસ નોંધ લેવા જિલ્‍લા મેજીસ્ટ્રેટશ્રી, નર્મદા-રાજપીપળા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.                                             

Related posts

ગુજરાત ઠંડુગાર : માઉન્ટ આબુમાં પારો શૂન્ય

aapnugujarat

લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે પાસા હેઠળ ગુનો નોંધી શકાય નહીં : હાઈકોર્ટ

editor

शहर में बारिश पर ब्रेक के बाद चारोतरफ गंदगी फैली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1