Aapnu Gujarat
રમતગમત

સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને હરાવ્યું

ઓપનર રેઝા હેન્ડ્રિક્સ તથા સિનિયર બેટ્‌સમેન ક્વિન્ટન ડી કોકે પ્રથમ વિકેટ માટે ૭૩ રનની ભાગીદારી નોંધાવીને આફ્રિકન ટીમ માટે શાનદાર શરૃઆત કરી હતી. માર્કરામ અને ડેવિડ મિલર (૨૬) આક્રમક બેટિંગ કરીને ૬૫ રન ઉમેર્યા હતા. શ્રીલંકા માટે વાનિન્દુ હસરંગાએ બે વિકેટ ઝડપી હતી. ટાર્ગેટને ચેઝ કરનાર શ્રીલંકન ટીમ તરફથી ચંદીમલ ઉપરાંત દાસુન શનાકાએ ૧૬ તથા ચામિકા કરુણારત્નેએ ૨૨ રનનું યોગદાન આપ્યું હતું. આફ્રિકા માટે પાંચ બોલર્સે એક-એક વિકેટ ઝડપી હતી.શ્રીલંકાના ભૂતપૂર્વ સુકાની દિનેશ ચંદીમલે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ૬૬ રનની અણનમ ઇનિંગ રમી હોવા છતાં સાઉથ આફ્રિકા સામે અહીં રમાયેલી પ્રથમ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચમાં તેની ટીમને ૨૮ રનથી પરાજયનો સામનો કરવો પડયો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર સાઉથ આફ્રિકન ટીમે એડન માર્કરામે ૩૩ બોલમાં ફટકારેલા ૪૮ રનની મદદથી પાંચ વિકેટે ૧૬૩ રનનો સન્માનજનક સ્કોર નોંધાવ્યો હતો. તેના જવાબમાં શ્રીલંકન ટીમ છ વિકેટે ૧૩૫ રન બનાવી શકી હતી. માર્કરામને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

Related posts

धोनी को नंबर 7 पर भेजना सिर्फ मेरा फैसला नहीं था : बांगर

aapnugujarat

ન્યૂઝીલેન્ડમાં શ્રેણી જીતવા ભારતીય ટીમ તૈયાર

aapnugujarat

Portugal defeated Netherlands by 1-0 to win 1st Nations League title

aapnugujarat

Leave a Comment

UA-96247877-1