Aapnu Gujarat
બિઝનેસ

Gautam Adani એશિયામાં બીજા નંબરના સૌથી ધનવાન ઉદ્યોગપતિ બન્યાં

આ પહેલા ૨૨ મે ૨૦૨૧ના રોજ અદાણી એશિયાના બીજા નંબરના ધનિક ઉદ્યોગપતિ બન્યા હતા. તે સમયે તેમની સંપત્તિ ૪.૯૮ લાખ કરોડ રૂપિયા હતી. ત્યારે મુકેશ અંબાણીની સંપત્તિ ૫.૭૩ લાખ કરોડ રૂપિયા હતી. મુકેશ અંબાણી દુનિયામાં ત્યારે ૧૩માં નંબરના સૌથી ધનિક ઉદ્યોગપતિ હતા. ૧૦ જૂને અદાણીની સંપત્તિ ૫.૬૯ લાખ કરોડ રૂપિયા જ્યારે અંબાણીની સંપત્તિ ૬.૧૩ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ફરી એક વખત એશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા છે. જ્યારે તે વિશ્વના ૧૪માં સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એશિયામાં પ્રથમ અને વિશ્વના ૧૨માં સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સનો ૧ સપ્ટેમ્બરના આવેલ રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, અમેઝોનના જેફ બેઝોસ હજુ પણ વિશ્વમાં નંબર વન પર છે. તેમની સંપત્તિ ૨૦૦ અરબ ડોલરથી વધુ છે. ટેસ્લાના માલિક એલન મસ્ક ૧૯૯ અબજ ડોલર સાથે બીજા ક્રમે રહ્યા છે. અબજાેપતિઓની યાદીમાં મુકેશ અંબાણીની સંપત્તિ ૬.૫૫ લાખ કરોડ રૂપિયા હતી. ગૌતમ અદાણીની સંપત્તિ ૫.૨૪ લાખ કરોડ રૂપિયા હતી. અંબાણી ભલે રેન્કિંગમાં અદાણી કરતા આગળ હોય, પરંતુ રૂપિયા કમાવામાં અદાણીએ અંબાણીને પાછળ છોડી દીધા છે. અદાણીએ જે જૂનું રેન્કિંગ ફરીથી મેળવ્યું છે તેનું કારણ તેમની કંપનીઓના શેર વધ્યા છે. તેમની ત્રણ કંપનીઓ અદાણી પાવર, અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં છેલ્લા ૧૦ દિવસથી સારી તેજી જાેવા મળી છે. અદાણી ટ્રાન્સમિશનના શેર દૈનિક ૫%ની અપર સર્કિટ સાથે બંધ થઈ રહ્યો છે. તેણે ગુરુવારે ૧ વર્ષની નવી ઉંચી સપાટી બનાવી હતી. ગુરુવારે તે રૂ. ૧,૭૩૫ પર ગયો હતો. અગાઉ તેની ઉંચી કિંમત ૧,૬૮૨ રૂપિયા હતી. જ્યારે અદાણી પાવર પણ ૫%ની અપર સર્કિટ સાથે ૧૦૮ રૂપિયા પર પહોંચી ગયો છે. અદાણી ગેસ રૂ. ૧,૪૯૦ અને અદાણી એન્ટરપ્રાઇઝ રૂ. ૧,૫૮૮ પર પહોંચી ગયો છે. ૧૪ જૂનથી આ તમામ શેર સતત ઘટાડામાં હતા. આ શેરોની કિંમતોમાં ૪૦-૫૦% નો ઘટાડો થયો હતો અને તમામ શેર રૂ .૧૦૦૦ ની કિંમત પર આવી ગયા હતા. જૂનમાં, ત્રણ વિદેશી રોકાણકારોએ અદાણી જૂથની કંપનીઓમાં તેમનું રોકાણ ફ્રીજ કરી દીધું હોવાના અહેવાલો હતા. ત્યાર બાદથી અદાણીની કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે. પછી આ કારણે અદાણી વિશ્વના ધનિકોની રેન્કિંગમાં ૧૪ માંથી ૧૯માં નંબર પર સરકી ગયા હતા. તે સમયે તેમની સંપત્તિ ૪.૫૨ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. કોરોના દરમિયાન રૂપિયા કમાવાની બાબતમાં અદાણી આગળ રહ્યા છે. અદાણીની સંપત્તિમાં ૮.૨૯ ગણો વધારો થયો છે જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં ૧.૧૫ ગણો વધારો થયો છે.

Related posts

डेबिट कार्ड यूजर्स की संख्या में गिरावट

aapnugujarat

એર ઇન્ડિયાના ખાનગીકરણ માટે સમિતિ રચાઈ

aapnugujarat

મધ્યમ વર્ગને ટેક્સ રાહતો આપવાની તૈયારીઓ પૂર્ણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1