Aapnu Gujarat
ગુજરાત

રાજયના ૨૦૩ જળાશયો પૈકી ૩૮ હાઇ એલર્ટ  અને ૧૬ જળાશયો એલર્ટ જાહેર : અન્ય ૧૮ જળાશયો માટે ચેતવણી જાહેર કરાઇ

રાજ્યભરમાં ભારે વરસાદ અને ઉપરવાસના ભારે વરસાદને કારણે રાજ્યના ૨૦૩ જળાશયો પૈકી ૩૮ જળાશયોને હાઇ એલર્ટ, ૧૬ જળાશયોને એલર્ટ અને અન્ય ૧૪ જળાશયો માટે સામાન્ય ચેતવણી જાહેર કરાઇ છે. રાજ્યના ફલડ કંટ્રોલ સેલના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીના જણાવ્યા પ્રમાણે જે જળાશયો માટે હાઇ એલર્ટની ચેતવણી જાહેર કરાઇ છે તેમાં ભરૂચ જિલ્લાનો ધોળી; દાહોદ જિલ્લાના મચ્છાનાલા, કબૂતરી, ઉમરીયા અને કાળી-ર; કચ્છના સાનંદ્રો, ફતેહગઢ, ગજણસર અને મિટ્ટી; અમરેલીનો વડીયા, જામનગરના સસોઇ, પુના, રૂપારેલ, સાપડા, વેરાડી અને વેરાડી-ર; દેવભૂમિ દ્વારકાના વર્તુ-૧, સોનમતી, કાબરકા અને મીનસર; પોરબંદરના સોરઠી; રાજકોટ જિલ્લાના લાલપરી, ખોડપીપર, ફાદંગબેટી, ઘેલો અને ધારી; મોરબી જિલ્લાના ડેમી-૧ અને બ્રાહ્મણી; સુરેન્દ્રનગર જિલ્લાના લીંમડી ભોગાવો-૧, મોરસાલ, સબુરી અને ત્રિવેણીથાંગા મળી કુલ ૩૨ જળાશયો સંપૂર્ણ ભરાયા છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા, વાંસલ અને નિંબમની; મોરબી જિલ્લાનો મચ્છુ-૧ અને ઘોડાધ્રોઇ; જામનગર જિલ્લાનો કંકાવટી ડેમ ૯૦ ટકાથી વધુ ભરાયા છે અને છલકાવાની તૈયારીમાં હોઇ હાઇ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે જે ૩૨ જળાશયો સંપૂર્ણ ભરાયા છે તેમાં સૌરાષ્ટ્રના ૨૩, કચ્છના ચાર, મધ્ય ગુજરાતના ચાર અને દક્ષિણ ગુજરાતના એક જળાશયનો સમાવેશ થાય છે. રાજ્યના ૨૦૩ જળાશયોમાં ૫૦ ટકા જેટલો જળ પુરવઠો સંગ્રહિત થયો છે. જયારે સરદાર સરોવર ૮૮ ટકા ભરાયો છે.  રાજ્યનો સરદાર સરોવર ડેમ ૧૧૮.૦૭ મીટર ભરાયો છે. વરસાદને કારણે ડેમમાં ૧૯,૫૭૩ ક્યુસેકનો આવરો છે.

Related posts

તમામ જિલ્લામાં ચેરિટી તંત્રની નવી કચેરી બનશે : પ્રદીપસિંહ જાડેજા

aapnugujarat

શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલ લાવવો એ સરકારની પ્રાથમિકતા : શિક્ષણ મંત્રી વાઘાણી

aapnugujarat

ગોમતીપુરમાં રીક્ષાચાલકની હત્યાથી સનસનાટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1