Aapnu Gujarat
રાષ્ટ્રીય

સુપરફાસ્ટ ટ્રેનોમાં હજુ પણ ૯૫ ટકા સુધી સમય વિલંબ

નોર્થ સેન્ટ્રલ રેલવે અને સાઉથ સેન્ટ્રલ રેલવે દ્વારા સુપરફાસ્ટ સરચાર્જ તરીકે લેવી લગાવીને જંગી નાણાં એકત્રિત કરવામાં આવ્યા છે. રેલવે દ્વારા આના મારફતે ૧૧.૧૭ કરોડ એકત્રિત કરવામાં આવ્યા છે. સુપરફાસ્ટ સરચાર્જ તરીકે યાત્રીઓ પાસેથી ૧૧.૧૭ કરોડ એકત્રિત કરવામાં આવ્યા બાદ પણ રેલવેની સ્થિતી સુધરતી નથી. હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલીક સુપરફાસ્ટ ટ્રેન ૯૫ ટકા કરતા વધારે વિલંબમાં દોડી છે. રેલવે બોર્ડના કહેવા મુજબ ૫૫ કિલોંટર પ્રતિ કલાકની સરેરાશ અથવા તો વધારે ઝડપ ધરાવનાર ટ્રેન સુપરફાસ્ટ ટ્રેનની કેટેગરીમાં આવે છે. એનસીઆર અને એસસીઆરામાં વર્ષ ૨૦૧૩-૧૪ અને ૨૦૧૫-૧૬માં સુપરફાસ્ટ ટ્રેનની સેવાને આવરી લઇને કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યુ છે કે આવી ટ્રેનો પણ ૧૩.૪૮ ટકાથી લઇને ૯૫.૧૭ ટકા સુધી સુધી સ્થળ પર મોડેથી પહોંચી છે. કુલ ૨૧ સુપરફાસ્ટ ટ્રેન ૧૬૮૦૪ દિવસ પૈકી ૩૦૦૦ દિવસે મોડેથી પહોંચી છે. કારણ કે આ ટ્રેન સુપરફાસ્ટ ટ્રેનની ગતિને જાળવી રાખવામાં નિષ્ફળ રહી હતી. હાલમાં જો ટ્રેનમાં વિલંબ થાય તો નાણાં રિફંડ કરવા માટેની કોઇ પોલીસી નથી. રેલવેના કહેવા મુજબ કોચના જુદા જુદા ક્લાસ માટે સુપરફાસ્ટ સરચાર્જ લાગુ કરવામાં આવે છે. જનરલ કોચ માટે રૂપિયા ૧૫ લેવામાં આવે છે. સ્લીપર કોચ માટે ૩૦, એસી ચેર કાર માટે ૪૫ લેવામાં આવે છે. એસી ફર્સ્ટ એક્ઝીક્યુટિવ ક્લાસ માટે ૭૫ રૂપિયા લેવામાં આવે છે. સુપરફાસ્ટ ટ્રેનોની પ્રતિષ્ઠા મુજબ ટ્રેનના સમય રહ્યા નથી.

Related posts

તણાવભરી સ્થિતિમાં ભારતે દાખવી ઉદારતા, ૧૧ પાક. કેદીઓને કર્યા આઝાદ

aapnugujarat

आरएसएस न होता तो वंदे मातरम्‌ के बारे में न जान पाते : योगी

aapnugujarat

370 का तनावः पाक के स्वतंत्रता दिवस पर नहीं हुआ मिठाई का आदान-प्रदान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1