Aapnu Gujarat
મનોરંજન

જાવેદ જાફરીના પુત્રને લોંચ કરવા માટે ભણસાલી તૈયાર

બોલિવુડમાં વધુ એક સ્ટાર પુત્ર શાનદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. પ્રાપ્ત હેવાલ મુજબ હવે વિતેલા વર્ષોના સ્ટાર અભિનેતા અને હજુ પણ વિવિધ રીતે સક્રિય રહેલા જાવેદ જાફરીના પુત્ર મીઝાનને લોંચ કરવા માટે તૈયારી ચાલી રહી છે. મીઝાન બોલિવુડમાં ડ્રીમ એન્ટ્રી કરવા માટે તૈયાર છે. ડ્રીમ એન્ટ્રી એટલા માટે કે તેને અન્ય કોઇ નહી બલ્કે સંજય લીલા ભણસાલી લોંચ કરવાની તૈયારી કરી રહ્યા છે. સંજય લીલા તેમના હોમપ્રોડક્શન હેઠળ નવી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. બાજીરાવ મસ્તાનીમાં સહાયક નિર્દેશક તરીકે કામ કરી ચુકેલા જાવેદ જાફરીના પુત્ર મીઝાનથી સંજય લીલા ભારે પ્રભાવિત છે. ન્યુયોર્ક આર્ટસમાં મીઝાન ફિલ્મ નિર્માણ માટેની કુશળતા શીખીને પરત ફર્યો છે. ભણસાલી પ્રોડક્શન દ્વારા ફિલ્મ નિર્માણ કરવામાં આવનાર છે. જ્યારે મંગેશ હેન્ડાવાલે ફિલ્મના નિર્દેશક તરીકે રહેશે. ભણસાલીએ અગાઉ સ્ટાર પુત્ર અને પુત્રી રણબીર કપુર અને સોનમ કપુરને સાંવરિયા મારફતે લોંચ કર્યા હતા. હાલમાં સંજય લીલા પદ્માવતિ ફિલ્મને લઇને વ્યસ્ત છે. ફિલ્મમાં રણવીર સિંહ, શાહિદ કપુર અને દિપિકા મુખ્ય કલાકાર તરીકે છે. જાવેદ જાફરીનો પુત્ર ફિલ્મને લઇને આશાવાદી બનેલો છે. જાવેદ જાફરી પોતાની કેરિયર દરમિયાન કેટલીક મોટી ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. જેમાં મેરી જંગ અને તહેલકા જેવી ફિલ્મનો સમાવેશ થાય છે. હાલમાં તે કેટલીક ટીવી સિરિયલમાં પણ કામ કરી ચુક્યો છે. બુગી વુગીમાં તે મુખ્ય કલાકાર તરીકે રહ્યો હતો. મીઝાનના સંબંધમાં જાવેદ જાફરીએ કોઇ ટિપ્પણી હજુ સુધી કરી નથી.

Related posts

સુશાંત સિંહ રાજપૂતના ફાર્મહાઉસની જાણો હકિકત

editor

ત્રિધા ચૌધરીના બિકીના ફોટો વાયરલ

aapnugujarat

‘અપને – ૨’ માટે શિલ્પા પાસે સમય નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1