Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં રૂપાણી રાજ : ભાજપ સરકાર સતત છઠ્ઠી વખત સત્તારૂઢ

ગુજરાતમાં રૂપાણી રાજની શરૂઆત થઇ હતી. અભૂતપૂર્વ ઉત્સાહ અને મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં મુખ્યપ્રધાન તરીકે ે વિજય રૂપાણીએ શપથ લીધા હતા. આની સાથે જ રૂપાણી બીજી વખત મુખ્યપ્રધાન બન્યા છે. ગાંધીનગરના સચિવાલય ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભવ્ય શપથવિધી કાર્યક્રમમાં રાજ્યપાલ ઓપી કોહલીએ તમામને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. સવારે ૧૧.૩૦ વાગે શપથવિધિ કાર્યક્રમની શરૂઆત થઇ હતી. વિજય રૂપાણી બાદ નીતિન પટેલ, આરસી ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, સૌરભ પટેલ, ગણપત વસાવા, જયેશભાઈ રાદડિયાએ પણ મંત્રીપદના શપથ લીધા હતા. દિલીપ ઠાકોર, ઇશ્વરભાઈ પટેલે પણ શપથ લીધા હતા. કેબિનેટ મંત્રી તરીકે સભ્યોએ પહેલા શપથ લીધા હતા. જે સભ્યોએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા તેમાં નીતિન પટેલ, આરસી ફળદુ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા, જયેશ રાદડિયા, દિલિપ ઠાકોર અને ઇશ્વર પરમારનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્ય પ્રધાન તરીકે જે પ્રધાનોએ શપથ લીધા હતા તેમાં પ્રદીપ સિંહ જાડેજા, પરબત પટેલ, જયદ્રથસિંહ પરમાર, પરસોતમ સોલંકી, બચુભાઇ ખાબડ, ઇશ્વરસિંહ પટેલ, વસનભાઈ આહીર, વિભાવરી દવે, રમન પાટકર અને કિશોર કાનાનીનો સમાવેશ થાય છે. શપથ વિધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાન હાજર રહ્યા હતા. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ સતત છઠ્ઠી વખત જીત હાંસલ કર્યા બાદ હવે આજે નવી સરકારની શપથવિધી થઇ હતી. રૂપાણી સરકારના શપથવિધીને લઇને તમામ તૈયારી પહેલાથી જ પૂર્ણ કરી લેવામાં આવી હતી. આજે ગાંધીનગરના નવા સચિવાલય ગ્રાઉન્ડ ખાતે શપથવિધી યોજાઇ હતી. જેની તૈયારી છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી હતી. શપથવિધીને ભવ્ય અને શાનદાર બનાવવા માટે ભાજપના ટોપના નેતાઓ અને કાર્યકરો લાગેલા હતા. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી ફરી એકવાર રાજ્યના મુખ્યપ્રધાન બન્યા છે. જ્યારે નાયબ મુખ્યપ્રધાન તરીકે પણ નિતિન પટેલને જારી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ આજે શપથ લીધા હતા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદથી શપથવિધીને લઇને તૈયારી શરૂ કરવામાં આવી હતી. હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી ભારે રોમાંચક રહી હતી. તીવ્ર સ્પર્ધા બાદ ભાજપે બહુમતિ મેળવી લીધી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૯૯ સીટ મળી હતી. વર્ષ ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીની તુલનામાં ભાજપને ઓછી સીટ મળી છે પરંતુ અનેક અનેક પરિબળો હોવા છતાં મળેલી જીતને ખુબ મોટી જીત ગણી શકાય છે. ભાજપને પરાજિત કરવા માટે આ વખતે અનેક અસંતુષ્ટ યુવાનો મેદાનમાં આવ્યા હતા. પાટીદારો માટે આંદોલન કરનાર હાર્દિક પટેલે તમામ તાકાત લગાવી દીધી હતી. હાર્દિકે તમામ પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારોમાં રેલી અને રોડ શો યોજીને ભાજપને બોધપાઠ ભણાવવા માટે અપીલ કરી હતી. તેની અસર દેખાઇ પણ હતી. અનેક વિસ્તારોમાં ભાજપને ઓછી સીટ મળી છે. જો કે સત્તા જાળવી રાખવા માટેની બાબત ખુબ મોટી બાબત રહી છે. જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકુર જેવા યુવા નેતાઓ પણ ભાજપને પરાજિત કરવા માટે કોંગ્રેસની સાથે હતા. ઉપરાંત છેલ્લા ૨૨ વર્ષથી શાસન વિરોધી પરિબળો પણ હતા. આ તમામ પરિબળોને પાછળ છોડીને જીત મેળવવાની બાબત ભાજપ માટે ખુબ ંમોટી બાબત રહી છે. વિજય રૂપાણી બાદ નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલે શપથ લીધા હતા. શપથવિધિ કાર્યક્રમમમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. સમારોહમાં ૧૨૦૦૦થી વધુ લોકોની બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. શપથગ્રહણ સમારોહ માટે ત્રણ મંચ બનાવવામાં આવ્યા હતા. એક પર શપથગ્રહણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બીજા પર સાધુ સંતોના બેસવાની વ્યવસ્થા હતા અને ત્રીજા મંચમાં વીવીઆઈપી લોકો હતા. કાર્યક્રમમાં ૪૦૦૦થી વધુ વીઆઈપી લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વટામણ ચોકડી પાસે પોલીસ બાતમીદારની હત્યાના કેસમાં એક શખ્સને આજીવન કારાવાસ

aapnugujarat

ગુજરાત પ્રદેશ અજાજ મિડિયા ટ્રસ્ટની ત્રીજી બેઠક મહેસાણા ખાતે યોજાઈ

aapnugujarat

હિંમતનગર ગોકુલનગર ફાટક રોડની હાલસ બિસ્માર : સ્થાનિકો પરેશાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1