Aapnu Gujarat
રાષ્ટ્રીય

૨૫૦૦૦ આપીને પત્નીના કરાવવા પડ્યા અંતિમ સંસ્કાર

અત્યાર સુધી તમે ઓક્સિજન અને દવાની કાળાબજારી અંગે સાંભળ્યું હશે પરંતુ હવે સ્મશાન ઘાટમાં પણ અંતિમ સંસ્કાર માટે મન ફાવે તેટલા પૈસા વસુલવામાં આવી રહ્યા છે. તેવો જ એત કેસ સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ પોતાની પત્નીના અંતિમ સંસ્કાર કરાવવા માટે ૨૫૭૦૦ રૂપિયાનો ખર્ચો કરવો પડ્યો છે. મહામારી વચ્ચે કેટલાંક લોકો મજબૂર લોકો પાસેથી પૈસા કમાવવાનો રસ્તો બનાવી લીધો છે. હોસ્પિટલોમાં બેડ નથી, લોકોને ઈલાજ મળી રહ્યો નથી અને આ વચ્ચે મોત થયા પછી સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર માટે પણ ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. અંતિમ સંસ્કાર કરવા માટે લોકોએ મોટી રકમ ચૂકવવી પડી રહી છે.
ગાઝિયાબાદના શાસ્ત્રી નગર સ્થિત સ્મશાન ઘાટ પર એક વ્યક્તિએ પોતાની પત્નીના અંતિમ સંસ્કાર માટે ૨૫૭૦૦ રૂપિયાનો ખર્ચો કરવો પડ્યો છે. ગાઝિયાબાદના વૈશાલી નિવાસી રાજીવ કુમાર શ્રીવાસ્તવના ૪૧ વર્ષના પત્ની રીતિનો ૨૭ એપ્રિલના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેના પછી તેની તિબયત આશરે ૧૨.૩૦ વાગ્યે ખરાબ થવાની શરૂ થઈ હતી. ઓક્સિજનની કમીને કારણે હોસ્પિટલમાં ભરતી કરાવવા માટે જૂટેલા રાજીવ પોતાની પત્નીને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા પરંતુ ત્યાં તેમને એડમિટ કરવામાં આવ્યા ન હતા.
તેના પછી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લઈને ગયા હતા. ત્યાં પણ ડૉક્ટરોએ બેડ નથી તેવું કહીને એડમિડ કરવાની ના પાડી દીધી હતી. જેના પછી રાજીવે ગાઝિયાબાદના ઈંદિરાપુરમ ગુરુદ્વારામાં ચાલી રહેલા ઓક્સિજન લંગરમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમની પત્નીને ઓક્સિજન પર સપોર્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધી તેમની પરિસ્થિતિ વધારે બગડી ગઈ હતી, ગંભીર હાલતને જોઈને લોકોએ તેમને હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી. સાંજે આશરે ૪ વાગ્યાની આસપાસ વૈશાલી સ્થિત મેક્સ હોસ્પિટલ લઈને પહોંચ્યા તો ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઈલાજના અભાવે થયેલા પત્નીના મૃત્યુ પછી પણ રાજીવનો સંઘર્ષ ખતમ થયો ન હતો. તેણે પત્નીના અંતિમ સંસ્કાર કરવા માટે હિંડન સ્મશાન ઘાટ પહોંચ્યો હતો, જ્યાં જગ્યા મળી ન હતી. તેના પછી ઈંદિરાપુરમ સ્થિત સ્મશાન ઘાટ પર પહોંચ્યા, ત્યાં પણ તેમને અંતિમ સંસ્કાર માટે જગ્યા મળી ન હતી. તેના પછી સોશિયલ મીડિયા પર લોકોની મદદ માંગી તો લોકોએ સલાહ આપી કે નગર નિગમ દ્વારા સંચાલિત શાસ્ત્રી નગરમાં આવેલા સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવી શકશે.
રાજીવ જ્યારે પત્નીના શવને ગાડીમાં લઈને પોતાના છોકરા સાથે ત્યાં પહોંચ્યા તો, તેમને ચાર છોકરા મળ્યા, તેમણે અંતિમ સંસ્કાર કરાવવા માટે પહેલા ૧૫૦૦૦ માંગ્યા હતા અને પછી કહ્યું કે કોરોના સંક્રમિત છે તો બીજા ૬૦૦૦ રૂપિયા થશે. રાજીવે તેટલા પૈસા આપી પણ દીધા. હેરાની તો તેને ત્યારે થઈ જ્યારે ચિતા સળગાવતા પહેલા આ છોકરાઓએ બીજા ૫૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી અને રાજીવે તેનો વિરોધ કરતા છોકરાઓએ અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી હતી. તેવામાં રાજીવ પાસે બીજો કોઈ ઓપ્શન ન હતો આથી તેણે ૪૦૦૦ રૂપિયા આપીને પોતાની પત્નીના અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.

Related posts

राज्य सचिवालय की बिल्डिंग से हटा जम्मू-कश्मीर का झंडा

aapnugujarat

भ्रष्टाचार के खिलाफ योगी ने की कार्रवाई

aapnugujarat

रेलवे में भर्तियों पर रोक

editor

Leave a Comment

UA-96247877-1