Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેજરીવાલ વિરૂદ્ધ ‘આપ’માં જ બગાવત

દિલ્હીમાં કોરોના વાયરસની સ્થિતિ અને કેજરીવાલ સરકારની દિલ્હી હાઈકોર્ટ આકરી ઝાટકણી તો કાઢી જ રહી છે પણ હવે તો આપમાં જ કેજરીવાલ વિરૂદ્ધ બુંગીયો ફૂંકાવવાનું શરૂ થઈ ગયું છે. આમ આદમી પાર્ટીના જ એક ધારાસભ્યએ કહ્યું છે કે, કોરોના કાળમાં દિલ્હીની સ્થિતિ બદતર છે. દિલ્હીમાં કંઈ કામ જ નથી થઈ રહ્યું. અહીં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવું જોઈએ.
આપના ધારાસભ્ય શોએબ ઈકબાલે કહ્યું હતું કે, કોરોનાના કારણે રાજધાની દિલ્હીની સ્થિતિ દરરોજ બદતર બની રહી છે. આ બધા સંકટ વચ્ચે સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટીમાં જ અસંતોષનો અવાજ પ્રબળ બન્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શોએબ ઈકબાલે રાજધાનીમાં રાષ્ટ્રપતિ શાસન લાગવું જોઈએ તેવી માંગણી કરી હતી.
શોએબ ઈકબાલે કહ્યું હતું કે, કોરોનાના કારણે દિલ્હીમાં સર્જાયેલી વર્તમાન પરિસ્થિતિને લઈ આ પ્રકારની માંગણી કરી હતી. એટલું જ નહીં, તેમણે હાઈકોર્ટને વિનંતી કરી હતી કે, દિલ્હીમાં ફેલાઈ રહેલી અવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને હવે ત્યાં રાષ્ટ્રપતિશાસન લાગી જવું જોઈએ.
ધારાસભ્યએ ફરિયાદ કરી હતી કે, દિલ્હીમાં દર્દીઓને દવા પણ નથી મળતી અને હોસ્પિટલ પણ નથી મળતી. આ સંજોગોમાં લોકોની કોઈ સુનાવણી નથી થઈ રહી. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે હાલ દિલ્હીમાં ખૂબ જ ભયંકર સ્થિતિ નિર્માણ પામી છે. ઓક્સિજનની તંગીને લઈ પહેલેથી જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તકરાર ચાલી રહી છે. પરંતુ હવે તો આ મહાસંકટને લઈ રાજ્ય સરકારના પોતાના સદસ્યએ જ સવાલ કરી દીધો છે.

Related posts

જાન આવવાના થોડા કલાકો પહેલા જ દુલ્હનનું મોત

aapnugujarat

મોદી સરકાર ચાર વર્ષમાં અનેક મોરચા પર ફ્લોપ : રાહુલ ગાંધી

aapnugujarat

शेख चिल्ली वाला बजट पेश करती थी कांग्रेस : गोयल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1