Aapnu Gujarat
રાષ્ટ્રીય

દિલ્હીમાં ૩ મે સુધી તાળાબંધી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાની વિકરાળ સ્થિતિને જોતા લોકડાઉનને લંબાવાની જાહેરાત કરી. દિલ્હીમાં ૩ મે સુધી લોકડાઉન ગાઇડલાઇન્સમાં કોઇ ફેરફાર કરાશે નહીં. અત્યારે ચાલી રહેલા નિયમો આગળ લાગૂ રહેશે. અત્યારની જેમ જ છૂટ અને પ્રતિબંધો રહેશે.
આજે સવારે ૫ વાગ્યે ખત્મ થઇ રહેલા ૬ દિવસના લોકડાઉનને લંબાવી દીધું. એક રીતે છેલ્લું હથિયાર છે કોરોના સામે ડીલ કરવા માટે. હજુ પણ કોરોનાનો કહેર ચાલુ છે. આ ઓછો થયો નથી. આથી પ્રજાની સાથે વાત કરવાની કોશિશ કરી. બધાનો મત છે કે લોકડાઉનને વધારવું જોઇએ. આથી એક સપ્તાહ માટે લોકડાઉનને વધારવામાં આવી રહ્યું છે તેવી જાહેરાત કેજરીવાલે કરી.
અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, દિલ્હીમાં કોરોનાના કેસમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. આ કારણે દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવું ખૂબ જરૂરી બની ગયું હતું. મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે કોરોનાનો સામનો કરવા માટે લોકડાઉન અંતિમ હથિયાર છે. જે રીતે કેસ વધી રહ્યા હતા તે જોતા અંતિમ હથિયારનો ઉપયોગ કરવો જરૂરી બની ગયું હતું.
મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું કે, હજુ પણ કોરોનાનો કહેર ચાલુ છે. આ કારણે અમે રાજ્યમાં લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. આગામી ૩ મેની સવારના ૫ઃ૦૦ વાગ્યા સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે દિલ્હીમાં વર્તાઈ રહેલી ઓક્સિજનની તંગી અંગે પણ ચર્ચા કરી હતી. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ ૩૨ ટકાથી ઉપર ચાલી રહ્યો છે, ઓક્સિજનનું સંકટ વર્તાઈ રહ્યું છે અને બેડ્‌સની પણ તંગી છે માટે સરકાર પાસે લોકડાઉન લંબાવવા સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યો.

Related posts

पंजाब में किसान आंदोलन से रेलवे को हुआ ‘2200 करोड़ का नुकसान’

editor

કેટલું પણ અપમાન થશે તો પણ તેમને રોકી નહીં શકાય

aapnugujarat

पहलू खान मामले में निचली अदालत का फैसला चौंका देने वाला है : प्रियंका गांधी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1