Aapnu Gujarat
શિક્ષણ

મન કી બાત : વેક્સિન સાથે સંકળાયેલી અફવાઓ પર ધ્યાન ન આપશો

કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે પીએમ મોદીએ આજે ‘મન કી બાત’ કરી. મોદીએ કહ્યું કે કોરોનાની બીજી લહેરે દેશને હચમચાવીને મૂકી દીધો છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ દેશના લોકોનૈ ધીરજ અને દુઃખ સહન કરવાની મર્યાદાની પરીક્ષા લઇ રહ્યું છે. કેટલાંય લોકોને અસમયે સ્વજનોને ગુમાવ્યા છે. આ સમય હિંમતથી લડાઇ લડવાનો છે.
પીએમ મોદીએ કહ્યું કે રાજ્યની સરકારો પણ ફરજ નિભાવામાં લાગી ગઇ છે. પૂરી તાકાતની સાથે કોરોનાની સામે લડાઇ લડી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો.
વડાપ્રધાને કહ્યું કે, કોરોના વાયરસ દેશના લોકોના ધૈર્ય અને દુખ સહન કરવાની પરીક્ષા લઈ રહ્યો છે. અનેક લોકોએ કસમયે પોતાના નજીકના લોકોનો સાથ ગુમાવ્યો છે. આ સમય હિંમતથી લડાઈ લડવાનો છે. રાજ્યની સરકારો પણ પોતાની જવાબદારી સંભાળવામાં લાગી છે અને પૂરી તાકાત સાથે કોરોના સામે લડવામાં આવી રહ્યું છે. આ સમયે તમારૂં પણ ધ્યાન રાખો અને તમારા પરિવારનું પણ ધ્યાન રાખો.
આ દરમિયાન વડાપ્રધાને મુંબઈના ડોક્ટર શશાંક સાથે પણ વાત કરી હતી. ડો. શશાંકના કહેવા પ્રમાણે લોકો કોરોનાની સારવાર મોડી શરૂ કરે છે. ફોન પર આવે તે બધી વાતો પર વિશ્વાસ મુકી દે છે. ભારતમાં સારવારના બેસ્ટ પ્રોટોકોલ ઉપલબ્ધ છે અને લોકો સાજા થઈ રહ્યા છે. કોરોનાના મ્યુટેન્ટથી ડરવાની જરૂર નથી. આ કોરોના જેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે તેટલી જ ઝડપથી લોકો સાજા પણ થઈ રહ્યા છે. વડાપ્રધાને શ્રીનગરના ડોક્ટર નાવિદ સાથે પણ વાત કરી હતી. ડોક્ટર નાવિદે કોરોના અંગે અનેક મહત્વની જાણકારીઓ શેર કરી હતી.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને લોકોને ફક્ત નિષ્ણાંતોની વાત પર વિશ્વાસ મુકવા વિનંતી કરી હતી. તેમણે લોકોને ડોક્ટર્સની વાત માનીને જરૂરી ઉપાય અપનાવવા કહ્યું હતું. વધુમાં કહ્યું હતું કે, વેક્સિનના મહત્વથી સૌ કોઈ વાકેફ છે, વેક્સિન સાથે સંકળાયેલી અફવાઓ પર ધ્યાન ન આપશો. યોગ્ય હોય તે બધા જ વેક્સિનેશન સેન્ટર પર જઈને વેક્સિન લગાવડાવે.
મન કી બાતના ૭૫મા સંસ્કરણ માટે લોકોએ ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી જેને લઈ વડાપ્રધાને શ્રોતાઓનો આભાર માન્યો હતો. આ એપિસોડમાં તેમણે તાળી-થાળી અંગે પણ ચર્ચા કરી હતી.

Related posts

આરટીઇમાં પ્રવેશ પ્રક્રિયાને લઇ ઉદાસીનતા

aapnugujarat

नीट का परिणाम १२वीं जून को घोषित नहीं किया जाएगा

aapnugujarat

નીટ-પીજી પરીક્ષા ૪ મહિના માટે સ્થગિત કરવા સુચના

editor

Leave a Comment

UA-96247877-1