Aapnu Gujarat
બિઝનેસ

નોટબંધી બાદ ભારતમાં લાખો લોકોએ રોજીરોટી ગુમાવી, સર્વેમાં ચોંકાવનારી માહિતી આવી સામે

નોટબંધી પછી દેશમાં અંદાજે ૧૫ લાખ લોકોને નોકરી ખોવાનો વારો આવ્યો છે. એક સર્વેક્ષણમાં થયેલી સ્પષ્ટતા મુજબ ઘરના એક શખ્સનાં ઘેર ચાર આશ્રિત હોય એમ માની લેવામાં આવે તો પણ ૬૦ લાખ લોકોને ખાવાનાં સાંસા પડી રહ્યાં છે.
સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી(સીએમઆઈઈ)નાં સર્વેક્ષણમાં ત્રિમાસ પ્રમાણે નોકરીઓના આંકડા રજૂ થયા છે. સીએમઆઈઈના કન્ઝયુમર પિરામિડ હાઉસહોલ્ડ સર્વેક્ષણમાં જાણકારી મળે છે કે નોટબંધી પછી જાન્યુઆરીથી એપ્રિલ ૨૦૧૭ દરમિયાન દેશમાં કુલ નોકરીની સંખ્યા ઘટીને ૪૦.૫ કરોડ રહી. સપ્ટેમ્બરથી ડિસેમ્બર ૨૦૧૬ દરમિયાન નોકરીની સંખ્યા ૪૦.૬૫ કરોડ હતી, અર્થાત્‌ નોટબંધી પછી નોકરીઓની સંખ્યામાં ૧૫ લાખનો ઘટાડો થયો.દેશભરમાં થયેલાં હાઉસહોલ્ડ સર્વેક્ષણમાં જાન્યુઆરીથી એપ્રિલ ૨૦૧૬ વચ્ચેના સમયગાળામાં યુવાનોમાં પ્રવર્તી રહેલી રોજગારી અને બેરોજગારીના આંકડા મેળવવામાં આવ્યા હતા, તે સર્વેક્ષણ દરમિયાન કુલ ૧,૬૧,૧૬૭ ઘરના કુલ ૫,૧૯,૨૮૫ યુવાનોનું સર્વેક્ષણ કરાયું હતું. સર્વેક્ષણમાં જણાવ્યા મુજબ તે સમયે ૪૦.૧ કરોડ લોકો પાસે રોજગારી હતી, તે પછી મે-ઓગસ્ટ ૨૦૧૬ના ત્રિમાસમાં ૪૦.૩ કરોડ, તો સપ્ટેમ્બર-ડિસેમ્બર ૨૦૧૬ દરમિયાન આંકડો ૪૦.૬૫ કરોડે પહોંચ્યો હતો, તે પછી જાન્યુઆરી-એપ્રિલ ૨૦૧૭ દરમિયાન રોજગારીની સંખ્યા ઘટીને ૪૦.૫૦ કરોડ થઈ હતી.હરિયાણા વિધાનસભાના સ્પીકર કંવરપાલસિંહ ગુર્જર વિરુદ્ધ રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન સંપતસિંહે ચંડીગઢમાં ફરિયાદ દાખલ કરી છે. ગયા મંગળવારે ફરિયાદ દાખલ કરતાં સંપતસિંહે આક્ષેપ કર્યા છે કે નોટબંધી અમલી હતી તેમ છતાં સ્પીકરે હરિયાણા વિધાનસભાના કર્મચારીઓ વચ્ચે રૃપિયા ૫૦૦ અને ૧,૦૦૦ની જૂની નોટના સ્વરૃપમાં રૃપિયા ૧૬ લાખ ૨૦ હજારની વહેંચણી કરવા આદેશ કર્યા હતા. નોટબંધી જાહેર થયાના એક સપ્તાહ પછી સ્પીકરે આ આદેશ કર્યા હતા, જોકે સ્પીકર દાવો કરી રહ્યા છે કે તેમણે જે કાંઈ કર્યું તે કાયદાની જોગવાઈ મુજબ કર્યું હતું.

Related posts

ગુજરાતની પાંચ કંપનીઓની મૂડી ૧૦,૦૦૦ કરોડથી નીચે

aapnugujarat

નિરવ મોદીની ૧૨૫ પેઇન્ટિંગ ઉપર પીએનબીની નજર

aapnugujarat

વિશ્વની ટોચની ૧૦૦ બ્રાન્ડમાં એમેઝોન પ્રથમ

editor

Leave a Comment

UA-96247877-1