Aapnu Gujarat
ગુજરાત

રેમડેસિવિર ઉપયોગી હોવાના કોઈ પૂરાવા નથી : જયંતિ રવિ

રાજ્યમાં સતત કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર સંક્રમણ અટકાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. દવાઓ, હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની ઉપલબ્ધઘતા વધારવામાં આવી રહી છે. આ વચ્ચે રાજ્ય સરકારની કૉવિડ-૧૯ માટે તજજ્ઞ ડૉક્ટર્સની ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્યોએ આજે પત્રકાર પરિષદ સંબોધિ હતી. જેમાં ટ્રીટમેન્ટ પ્રોટોકોલ વિશે વાત કરી હતી. રાજ્યમાં કોરોનાની સારવાર માટેના પ્રોટોકોલમાં ફેવીપિરાવીર અને આઈવરમેક્ટિન નામની બે દવાઓ સામેલ કરવામાં આવી છે.પત્રકાર પરિષદને સંબોધતા રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું કે, દેશભરમાં જે પરિસ્થિતિ છે તે પ્રમાણે ગુજરાતમાં સતત કેસ વધી રહ્યાં છે. નિષ્ણાંતોનું માર્ગદર્શન લઈને ગાઇડલાઉનમાં ફેરફારો અને સુવારાવ કરવામાં આવ્યા છે. આરોગ્ય સચિવે કહ્યું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇન પ્રમાણે રેમડેસિવિર ઉપયોગી હોવાના કોઈ પૂરાવા નથી.ડોક્ટર રાધવેન્દ્ર દિક્ષીતે આ અંગે વાત કરતા કહ્યુ કે, આપણે એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના સામે ઝઝુમી રહ્યાં છીએ. અનુભવના આધારે ક્લીનિકલ પ્રોટોકોલમાં સુધારો આવે છે. મહારાષ્ટ્ર અને કેરેલામાં કેસ વધારે છે. એ રાજ્યોની ગાઇડલાઇન અને પદ્ધતિનો અભ્યાસ કર્યો છે. ફેવી ફ્લુ દવાને પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવી છે. આ સાથે અન્ય એક દવાને પણ ક્લીનિકલ પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવી છે.ડો. વીએન શાહે કહ્યુ કે, કોરોના પર અત્યાર સુધી ૯૦ હજારથી વધુ રિસર્ચ પેપર તૈયાર થયા છે. રેમડેસિવિર ઇફેક્ટિવ નથી. તેનાથી ડેથ રેટ ઘટાડી શકાતો નથી. રેમડેસિવિરથી માત્ર હોસ્પિટલ સ્ટે ઘટાડી શકાય છે. તેમણે કહ્યું મ્યુકરમાઇકોસીશના ૧૦ કેસ માત્ર ઝાયડસમાં છે. તો કોવિડ ટાસ્ક ફોર્સના ડોક્ટર વીએન શાહે રાજ્યમાં દવાની કાળાબજારી થવાનો સ્વીરાક કર્યો છે. તેમણે કહ્યું કે, આપણે શરૂઆતમાં રેમડેસિવિર અને ટોસીમીઝુમેનની ૫૦ હજારની દવાઓ સામે ૧.૫૦ લાખ ખર્ચી નાખ્યા હતા. તેમણે લોકોને સલાહ આપી કે જો શરદી થાય તો ઘરે બેસવાની જગ્યાએ ટેસ્ટ કરાવો. વિટામીન સી, ઝીંક અને એઝીથઅરોમાઇનીસ દવાઓ સામાન્ય રીતે આપવામાં આવે છે.ડોક્ટર શાહે કહ્યુ કે, દર્દીએ જાતે ડોવાની જરૂર નથી. ડોક્ટરને સારવાર કરવા દો. તેમણે કહ્યું કે, આ બીજો વેવ છે જો ત્રીજો વેવ ન લાવવો હોય તો સહયોગ આપવો પડસે. ત્રીજો વેવ ન આવે તે માટે આપણે પ્રયાસ કરી રહ્યાં છીએ. ડો. શાહે કહ્યુ કે, લોકો ડિપ્રેશનમાં આવી ગયો છે. લૉકડાઉન કોઈ વિકલ્પ નથી.

Related posts

વિદ્યાર્થીનીની સાથે ક્લાસીસના શિક્ષકે અડપલા કરતા હોબાળો

aapnugujarat

કોરોનાએ ફરીવાર દહેશત ફેલાવતાં હવે લોકો પ્રિકોશન ડોઝ લેવા માટે દોડાદોડ

aapnugujarat

સોમનાથ મંદિર શરુ કરી નવી સેવા,ઘરે બેઠા મેળવી શકશે પ્રસાદ

editor

Leave a Comment

UA-96247877-1