Aapnu Gujarat
રાષ્ટ્રીય

સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ આકર્ષવાની ક્ષમતા ગુજરાતની

છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત પ્રગતિની હરળફાળ ભરી રહ્યું છે અને વિકાસના અનેક માપદંડો પર પોતાની ક્ષમતા સાબિત કરી રહ્યું છે. ગુજરાતના આ પ્રયાસોને ટેકો આપે છે આર્થિક બાબતોની થિન્ક ટેન્ક નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઇકોનોમિક રિસર્ચનો લેટેસ્ટ રિપોર્ટ. આ રિપોર્ટ મુજબ ભારત દેશના ૨૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ આકર્ષવાની ક્ષમતા ગુજરાતની છે. આ મામલામાં દિલ્હી, આંધ્રપ્રદેશ, હરિયાણા, તેલંગણા, તામિલનાડુ, કેરાલા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોનો વારો ગુજરાત પછી આવે છે.
એપ્લાઈડ ઇકોનોમિક રિસર્ચ દ્વારા દેશના દરેક રાજ્યને સાંકળતો ખાસ સર્વે કરવામાં આવ્યો હતો જેમાં અનેક માપદંડોને સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં રાજકીય માહોલમાં ગુજરાતને પહેલો ક્રમ મળ્યો હતો જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં દિલ્હી પ્રથમ ક્રમે રહ્યું હતું. આની સરખામણીમાં શ્રમિકોના મામલે તામિલનાડુ અને જમીનની બાબતમાં મધ્યપ્રદેશે પહેલો નંબર મેળવ્યો છે.હાલમાં ૧ જુલાઈ પછી દેશમાં સર્વસમાન ટેક્સમાળખું લાગું થઈ ગયા પછી દેશમાં બધા જ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટની એકસરખી તકો છે. આ કારણે તમામ રાજ્યોમાં રોકાણ પોતાની તરફ આકર્ષવા માટે સ્પર્ધા વધી છે. આ રિપોર્ટ વિવિધ રાજ્યોને વેપારને સાનુકૂળ માહોલ ઊભો કરવામાં અને રોકાણકારોને આકર્ષવામાં મદદ કરશે.

Related posts

શહેરોની સુંદરતા વધારવા સ્પર્ધા કરો : વડાપ્રધાન મોદી

editor

અંતિમ પૂર્ણ બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહતો આપવા મોદી સજ્જ

aapnugujarat

કર્ણાટક મ્યુ. કોર્પો. ચૂંટણીમાં કોંગ્રેસનો જયકાર

editor

Leave a Comment

UA-96247877-1