Aapnu Gujarat
રાષ્ટ્રીય

લોકસભામાં મુલાયમે કહ્યું- ‘પાક. કરતાં ચીન વધુ ખતરનાક’

સંસદના મોનસૂન સત્રની શરૂઆત પણ ભારે હોબાળા સાથે થઈ છે. સંસદના બંને ગૃહમાં બુધવારે ભારે હંગામો જોવા મળ્યો. વિપક્ષે રાજ્યસભામાં ખેડૂતી, દલિત અને ભીડ દ્વારા માર મારીને હત્યા કરવાનો મુદ્દો ઉઠાવ્યો. તો લોકસભામાં મુલાયમ સિંહે ભારતને પાકિસ્તાન અને ચીનનો મુદ્દો ઉઠાવી સરકાર પાસે જવાબ માગ્યો છે.
મુલાયમ સિંહે જણાવ્યું કે સરકારે ચીન સાથેના બોર્ડર વિવાદ પર નિવેદન આપવું જોઈએ. આ પહેલાં લોકસભામાં વિપક્ષી સાંસદોએ વેલમાં ઘુસી ભારે સૂત્રોચ્ચારો કર્યાં હતા. જેને પ ગલે લગભગ એક કલાક સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.સમાજવાદી પાર્ટી નેતા મુલાયમસિંહ યાદવે બુધવારે લોકસભામાં ચીનનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો. દેશના પૂર્વ સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ભારતનો સૌથી મોટો દુશ્મન પાકિસ્તાન નહીં, ચીન છે.
મુલાયમ સિંહે કહ્યું કે,ચીન, સિક્કિમ અને ભૂતાન પર કબજો કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે. તે ભારત પર હુમલાની પૂરી તૈયારી કરી ચુક્યું છે.પૂર્વ કેન્દ્ર સરકારની નિંદા કરતાં મુલાયમ સિંહ કહ્યું કે,ભારતે તિબેટને કોઈપણ કિંમત પર ચીનને આપવું જોઈતું ન હતું. તિબેટને ચીનને સોંપીને ભારતે મોટી ભૂલ કરી છે. હવે ભારતે તિબેટની આઝાદીનું જોરદાર સમર્થન કરવું જોઈએ અને દલાઈ લામાને શક્ય તેટલી મદદ કરવી જોઈએ.સપા નેતાએ ચીન હવે કાશ્મીરમાં પાકિસ્તાનની મદદ કરી રહ્યું હોવાનું પણ જણાવ્યું.મુલાયમ સિંહે આરોપ લગાવ્યો કે ચીન મુદ્દે શું પગલાં લેવામાં આવી રહ્યાં છે તે અંગે વારંવાર પૂછવામાં આવતાં છતાં કેન્દ્ર સરકાર જવાબ નથી આપી રહી.મુલાયમ સિંહે ચીન દ્વારા ભારતની માર્કેટમાં મોકલવામાં આવતા હલકી ગુણવતાવાળા માલનો પણ ઉલ્લેખ કરી, ચીનને સાબદું રહેવાની સલાહ આપી હતી.

Related posts

હુમલા બાદ ખાનગી બસને પણ સુરક્ષા આપવા તૈયારી

aapnugujarat

बारिश का कहर : यूपी में ४४ की मौत हुई

aapnugujarat

दिल्ली-मुंबई के बीच जल्द चलेगी नई और तेज रफ्तार वाली राजधानी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1