Aapnu Gujarat
રાષ્ટ્રીય

આસામમાં અસરગ્રસ્તો સુધી દરેક મદદ પહોંચાડવા આદેશ : સ્થિતિમાં સુધારો થતાં તંત્ર વધુ સક્રિય બન્યું

આસામમાં પુરની સ્થિતીમાં સુધારો થતા હવે તંત્ર વધારે સક્રિય છે. બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી છે. હજુ પણ હજારો લોકો પુરના સકંજામાં છે. સ્થિતીને સામાન્ય બનાવવામાં હજુ સમય લાગી શકે છે. જો કે મુખ્યપ્રધાન સર્વોનંદ સોનોવાલ સ્થિતી પર પોતે અંગત રીતે નજર રાખી રહ્યા છે. અસરગ્રસ્તો સુધી ઝડપથી સહાય પહોંચાડી દેવા માટેના આદેશ મુખ્યપ્રધાન દ્વારા જારી કરવામાં આવ્યા છે.
આસામમાં પુરની જ્યાં સુધી વધારે અસર થઇ છે તેમાં લખીમપુર, શિવસાગર, કચાર, ધેમાજી, વિશ્વનાથ, જોરહાત, ગોલાઘાટ, કરીમગંજ, સોનિતપુર અને નાલબેરીનો સમાવેશ થાય છે. રાજ્યના ૨૫ જિલ્લાના આશરે ૧૫ લાખ લોકો હજુ પણ પુરના સકંજામાં છે. પુર અને ભારે વરસાદના કારણે ૭૩થી વધારે પ્રાણીઓના પણ મોત થઇ ચુક્યા છે. ગેન્ડા માટે વિશ્વભરમાં લોકપ્રિય કાજીરંગા નેશનલ પાર્ક પાણીમાં ગરકાવ છે. પ્રાણીઓને અન્યત્ર ખસેડી લેવાની કામગીરી પણ ચાલી રહી છે. કાજીરંગા નેશનલ પાર્કમાં ૬૨ ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ છે. ૩૧ હાજાર લોકો માટે ૩૬૩ રાહત કેમ્પ સ્થાપિત કરવામાં આવી ચુક્યા છે. વરસાદના લીધે લોકપ્રિય કાજીરંગા નેશનલ પાર્કમાં પાણી ભરાઈ ગયા છે.આસામમાં તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવનાર કાજીરંગા નેશનલ પાર્કમાં ૨૫૦૦ ગેન્ડા રહે છે. વિશ્વમાં કુલ ગેન્ડાની સંખ્યા ૩૦૦ છે જે પૈકી ૨૫૦૦ ગેન્ડા આ સ્થળ પર છે. પુરના કારણે હરણ સહિત કુલ ૭૩ પ્રાણીઓના મોત થયા છે. તમામ પ્રકારની મદદ કરવા ખાતરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. હાલમાં ૧૧૦૦ ગામો જળબંબાકાર છે. ગુવાહાટીમાં પણ કેટલીક જગ્યાએ પાણી ભરાયેલા છે. રાજ્ય સરકાર દ્વારા ૩૬૩ રાહત કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે. ૧૯ જિલ્લામાં ડિસ્ટ્રીબ્યુશેન સેન્ટર ચાલી રહ્યા છે. આશરે ૧૦ લાખ લોકોના ઘર હજુ પાણીમાં ડુબેલા છે. આસામમાં પુરના કારણે દક્ષિણ સલમારા, ધુબ્રી અને મોરીગાવમાં હાલત સૌથી વધારે ખરાબ થયેલી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સ્થિતીમાં સુધારો થવામાં હજુ સમય લાગી શકે છે. હવે રોગચાળાની દહેશત પ્રવર્તી રહી છે. પુરની સ્થિતીમાં સુધારો થયા બાદ અને પાણી ધીમી ગતિએ ઉતરી રહ્યા છે ત્યારે હવે રોગચાળાનો ખતરો તોળાઇ રહ્યો છે. હાલમાં ૧૧૦૦ ગામો જળબંબાકાર છે. ગુવાહાટીમાં પણ કેટલીક જગ્યાએ પાણી ભરાયેલા છે. રાજ્ય સરકાર દ્વારા ૩૬૩ રાહત કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે. ૧૯ જિલ્લામાં ડિસ્ટ્રીબ્યુશેન સેન્ટર ચાલી રહ્યા છે. આશરે ૧૦ લાખ લોકોના ઘર હજુ પાણીમાં ડુબેલા છે. આસામમાં પુરના કારણે દક્ષિણ સલમારા, ધુબ્રી અને મોરીગાવમાં હાલત સૌથી વધારે ખરાબ થયેલી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સ્થિતીમાં સુધારો થવામાં હજુ સમય લાગી શકે છે. હવે રોગચાળાની દહેશત પ્રવર્તી રહી છે. પુરની સ્થિતીમાં સુધારો થયા બાદ અને પાણી ધીમી ગતિએ ઉતરી રહ્યા છે ત્યારે હવે રોગચાળાનો ખતરો તોળાઇ રહ્યો છે. આસામમાં દર વર્ષે પુરના કારણે ભારે નુકસાન થાય છે. આ વખતે પુરના કારણે કેટલુ નુકસાન થયુ છે તે અંગે આંકડા હજુ સુધી જારી કરવામાં આવ્યા નથી. કેન્દ્ર સરકાર દ્વારપા પેકેજની જાહેરાત હવે કરવામાં આવી શકે છે.
આસામમાં ેહજુ સુધી પુરના કારણે મોતનો આંકડો ૬૭ ઉપર પહોંચી ચુક્યો છે.

Related posts

जम्मू-कश्मीर में भूकंप के झटके

editor

समय आ गया है कि इतिहास सच्चा लिखा जाए : गृह मंत्री

aapnugujarat

પશ્ચિમ બંગાળઃ ફેક ફોટો, વીડિયોથી હિંસા ભડકાવવાનો આરોપ, બીજેપી નેતા અરેસ્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1