Aapnu Gujarat
રાષ્ટ્રીય

કાશ્મીરમાં ત્રાસવાદીઓના સ્લીપર સેલ હજુપણ સક્રિય

જમ્મુ કાશ્મીરમાં અંકુશ રેખા પર યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાન દ્વારા સતત ગોળીબાર અને વધેલા ત્રાસવાદી હુમલા વચ્ચ સુરક્ષા દળો સામે હવે નવા પડકારો ઉભા થઇ ગયા છે. કારણ કે ત્રાસવાદીઓને મદદ કરવા માટે રાજ્યમાં ગુપ્તરીતે સ્લીપર સેલ પણ ચાલી રહ્યા છે. કાશ્મીર ખીણમાંથી હાલમાં જ ઝડપાયેલા ચાર શખ્સોની પુછપરછ બાદ આ અંગેની વિગત સપાટી ઉપર આવી છે. વધુ શખ્સોની ધરપકડ કરવામાં આવે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે. ગયા વર્ષે પાંચમી ઓગસ્ટના દિવસે ઉધમપુરમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલા વેળા જીવિત ઝડપાઇ ગયેલા પાકિસ્તાની આતંકવાદી નાવેદના ચાર સાગરિતોની કાશ્મીર ખીણમાંથી ધરપકડ કરવામાં આવતા સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી હતી. ઇન્ટેલીજન્સ સુત્રોનું કહેવું છે કે, ઝડપાયેલા લોકો કાશ્મીર ખીણમાં તોઇબાના સ્લીપર સેલના ભાગરુપે હતા. ઇન્ટેલીજન્સ અહેવાલ મુજબ સ્લીપર સેલ આતંકવાદી સંગઠનના સભ્યો તરીકે રહે છે. તેઓ લો પ્રોફાઇલમાં રહીને કામ કરતા હોય છે. આકાઓ દ્વારા આદેશ ન મળે ત્યાં સુધી સ્લીપર સેલના સભ્યો દ્વારા કોઇપણ ત્રાસવાદી હુમલા કરવામાં આવતા નથી પરંતુ હુમલાઓને અંજામ આપનાર આતંકવાદીઓને મદદ કરે છે. ઉસ્માન ફૈંઝલાબાદનો નિવાસી છે. તેની આતંકવાદી હુમલા દરમિયાન ધરપકડ કરી લેવામાં આવી હતી.ઉધમપુર જિલ્લામાં જમ્મુ-શ્રીનગર હાઈવે ઉપર બીએસએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બાનમાં પકડી રાખવામાં આવેલા લોકો દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવેલા પાકિસ્તાની શખ્સ એનઆઈએની કસ્ટડીમાં છે માત્ર તોયબા જ નહી બલ્કે અન્ય ત્રાસવાદી સંગઠનના લોકો પણ હાલમાં સ્લીપર સેલ તરીકે કામ કરી રહ્યા છે.

Related posts

‘चीन के सामने नहीं टिक पाए पीएम मोदी, दे दी देश की जमीन’ : राहुल

editor

સોપિયનમાં પોલીસ પોસ્ટ ઉપર હુમલો

aapnugujarat

આરુષિ કેસ : તલવાર દંપત્તિ આજે જેલમાંથી આખરે મુક્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1