Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કૉંગ્રેસનું અભયવચન

કૉંગ્રેસનું અભયવચન
કૉંગ્રેસે સેંકડે પાંચ ટકા ખેત-વેરો, લગાન ઓછો કરીશું એવું અભયવચન આપ્યું હતું પરંતુ એ બાબતમાં એમણે શું કર્યું ? દારૂબંધી કરીએ છીએ એવું કહીને તેમણે મુંબઈના લોકો ઉપર ૧।। કરોડ રૂપિયાનો કર ઠોકી બેસાડ્યો. મારો દારૂબંધી માટે વિરોધ છે તે એટલામાટે જ છે કે શ્રીમંતો પર નાખેલા ટેક્સના નાણાંનો ઉપયોેગ ગરીબોના કલ્યાણ માટેના ખર્ચમાં કરવો જોઈએ. મુંબઈના લોકો દારૂ પીએ છે એટલે તેમના પર તેને દયા આવે છે. પરંતુ આજે મુંબઈ ઈલાકામાંથી ૧૪,૦૦૦ ગામોમાં બાળકોને ભણવા માટે શાળા નથી ! માનો કે કોઈ એકાદ નિર્વસ્ત્ર સ્ત્રી મળી અને આપણી પાસે ફક્ત બે રૂપિયા હોય છે, તો તેમાંથી ચોખા લેવા કે સાડી લેવી ? શરીર શેનાથી ઢંકાય છે એ પહેલાં જોવું જોઈએ. એમને મુંબઈના લોકોની ચિંતા થાય છે, પણ લાખો કુટુંબોની શું દશા છે ? એટલે જ એમનું રાજકારણ કોઈનેય ફાયદાકારક થશે નહીં. અમારો સ્વતંત્ર મજૂર પક્ષ માત્ર ન્યાયનો અને સત્યનો પક્ષ છે.
(બેલગાંવ જિલ્લામાં સ્વતંત્ર મજૂર પક્ષની પરિષદ બેલગાંવ ખાતે તા.૨૬-૧૨-૧૯૩૯ના રોજ ભરાઈ હતી. તેમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલ ભાષણ ‘જનતા’ સાપ્તાહિકના તા.૬-૧-૧૯૪૦ના અંકમાં સાભાર)
સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

भारत-पाकः सुनहरा मौका

aapnugujarat

सुंदर विचार

aapnugujarat

પર્યાવરણ સુરક્ષા – પ્રદૂષણ અને પર્યાવરણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1