Aapnu Gujarat
મનોરંજન

પાકિસ્તાનમાં જોઇ શકાશે ભારતીય ટીવી સીરિયલ્સ, કોર્ટે પ્રતિબંધ હટાવ્યો

લાહોર હાઇકોર્ટે ભારતીય ટીવી સીરિયલ્સ પર પાકિસ્તાનમાં લાગેલા પ્રતિબંધને હાટાવી દીધો છે. આ પ્રતિબંધ પાકિસ્તાન ઇલેક્ટ્રિક મીડિયા રેગ્યુલેટરી ઑથરિટીએ લગાવ્યો હતો. પાકિસ્તાન ગઠબંધિત સરકારની તરફથી કોઇ આપત્તિ ન હોવાને કારણે કોર્ટે પ્રતિબંધ હટાવવાનો આદેશ કર્યો છે.ઑથરિટીએ ૧૯ ઑક્ટોબર ૨૦૧૬ના સૂચનાઓ જાહેર કરીને દરેક પ્રકારના ભારતીય કન્ટેન્ટના ટેલિકાસ્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ઉરી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચેના સંબંધોમાં તિરાડ પડવાને કારણે ઑથરિટીએ આ નિર્ણય લીધો હતો.ઑથરિટીએ ફેબ્રુઆરી ૨૦૧૭માં ભારતીય ફિલ્મો પરથી પ્રતિબંધ હટાવી લીધો હતો પરંતુ ભારતીય ટીવી સીરિયલ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. એક પિટીશનમાં ભારતીય ટીવી સીરિયલ્સ પરના પ્રતિબંધને ચેલેન્જ આપવામાં આવી હતી. અસ્મા જહાંગીરે કહ્યુ કે વિચિત્ર કહેવાય કે ભારતીય ફિલ્મો દેખાડવામાં આવે છે પરંતુ ભારતીય ટીવી સીરિયલ્સના પ્રસારણ પર પ્રતિબંધ લગાવ્યો છે. પિટીશનમાં કહેવામાં આવ્યુ છે કે ભારતીય ફિલ્મો પાકિસ્તાનમાં રિલીઝ થઇ શકે છે, પરંતુ તેણે ટીવી પર બતાવવામાં નથી આવતી.લાહોર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ મંસૂર અલી શાહે કહ્યુ કે, જો ભારતીય કન્ટેન્ટમાં કઇ આપત્તિજનક હશે અથવા તો પાકિસ્તાન વિરોધી વાત હશે તો સેન્સક કરવામાં આવશે પરંતુ સંપૂર્ણ રીતે પ્રતિબંધ કરવામાં નહી આવે.

Related posts

बॉलिवुड में डेब्यू करेगी टीवी ऐक्ट्रेस हिना खान

aapnugujarat

આર્મી બેકગ્રાઉન્ડ પરની ફિલ્મ અય્યારીને લઇ ભારે ઉત્સુકતા

aapnugujarat

રણવીર સાથે કરિશ્મા તન્ના ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1