Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દિલ્હીમાં સાત વર્ષની છોકરીની ફરિયાદ પર રાજઘાટ પરનો સ્ટાફ બદલાયો

પટીયાલાના સનૌર ગામમાં સાતમા ધોરણમાં ભણતી સ્ટુડન્ટ્‌ હશ્મિતાની ફરિયાદ પર નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર તૈનાત આખો સ્ટાફ બદલી નાખ્યો છે. એટલું જ નહિ, પીએમએ કાયદેસર પત્ર લખીને હશ્મિતાના વખાણ કર્યા અને તેને કાર્યવાહી કરાયાની જાણ પણ કરી.૧૩ વર્ષની હશ્મિતાએ જણાવ્યં કે, કેટલાક સમય પહેલા તે પોતાના પરિવાર સાથે દિલ્હી ફરવા ગઈ હતી. આ દરમિયાન તેણે મહાત્મ ગાંધીની સમાધિવાળી જગ્યાની મુલાકાત કરી હતી. જ્યાં ચપ્પલ રાખવા માટે કાઉન્ટર છે. આ એક પેઈડ કાઉન્ટર છે, જ્યાં માત્ર એક રૂપિયો ચાર્જ લેવામાં આવે છે. બીજું કાઉન્ટર ફ્રી છે.
હશ્મિતાએ કહ્યું કે, તેણે જોયું કે, ચપ્પલ રાખનાર કાઉન્ટર પર તૈનાત કર્મચારીઓ વિદેશ પ્રવાસીઓ પાસેથી ૧૦૦-૧૦૦ રૂપિયા વસૂલી રહ્યા હતા. તેને આ વાત સારી ન લાગી. તેણે વિચાર્યું કે, આવા કારણોસર વિદેશી પ્રવાસીઓમાં આપણા દેશની ઈમેજ ખરાબ થાય છે. આ ચોરી કેવી રીતે રોકી શકાય. તેથી તેણે પ્રવાસ પરથી પરત ફરીને પીએમ મોદીને પત્ર લખ્યો હતો.હશ્મિતા પાસે પીએમ મોદીનો એડ્રેસ ન હતો, તેથી તેણે એન્વેલપ પર માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નવી દિલ્હી લખ્યું.
આટલું લખવાથી તો પત્ર પીએમઓમાં પહોંચી ગયો હતો. હશ્મિતાએ કહ્યું કે, તેને આશા ન હતી કે, તેના પત્ર પર એક્શન લેવામાં આવશે.
પીએમઓએ આ મામલાની તપાસનો ઓર્ડર આવ્યો, જેમાં હશ્મિતાની ફરિયાદ સાચી હતી. તેના બાદ રાજઘાટ પરનો આખો સ્ટાફ બદલી દેવાયો હતો. આવુ ફરી ન થાય તે માટે રાજઘાટ પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવી રહ્યાં છે.

Related posts

મણિશંકરે ઝીણાની પ્રશંસા કરતા કોંગી વધુ મુશ્કેલીમાં

aapnugujarat

ગુજરાતના કેસને લઈને ટિપ્પણી કરતાં સ્વરા ભાસ્કર વિવાદોમાં

editor

પાકિસ્તાન નહીં સુધરે તો ફરીથી સર્જિકલ સ્ટ્રાઇક કરવા ચેતવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1