Aapnu Gujarat
ગુજરાત

ગોવા રબારી ગેંગ ખંડણીની ઉઘરાણી કરતા ઝડપાઇ

જેલમાં બેઠાં બેઠાં ગુનેગારો રૂપિયા કમાવવાનો પ્લાન ઘડતા હોય છે. ત્યારે હવે ગોવા રબારી ગેંગ ખંડનીની રકમની ઉઘરાણી કરતા ઝડપાઇ છે. ત્યારે પહેલા તો ક્રાઇમ બ્રાન્ચને જમીન દલાલીની વાતો કરીને મામલો ડાયવર્ટ કરવા માંગતી હતી. પરંતુ ખરેખર આ સમગ્ર મામલો કોલ સેન્ટર સાથે જોડાયેલો છે. કોલ સેન્ટરમાં કમાયેલા રૂપિયાની ખંડણી માંગતા ક્રાઇમ બ્રાન્ચ એક્ટિવ થઈ હતી. અને આખો રેલો ગોવા રબારી સુધી પહોંચ્યો હતો. હવે કયા કોલ સેન્ટરની કેટલી રકમની લેવડ દેવડ છે, તેની પર ક્રાઇમ બ્રાન્ચ કોઈ ફોડ પાડવા તૈયાર નથી.
શહેરમાં ગોવા રબારીના સાગરીતો દ્વારા કરણ ભટ્ટ નામના જમીન દલાલનું અપહરણ કરી ૧ કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ચાર દિવસ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી અને બે દિવસમાં પાંચ આરોપીઓ કુલા રબારી, નાગજી દેસાઈ, અલ્પેશ દેસાઈ, મેલા દેસાઈ અને મુકેશ દેસાઈને અપહરણના ગુનામાં વપરાયેલી કાર સાથે ઝડપી પાડયા હતા. આ આરોપીઓ ગોવા રબારીના માણસો છે અને તેઓ જમીન દલાલ નહિ પરંતુ કોલ સેન્ટરના માલિકો પાસે ખંડણી ઉઘરાવતા હોવાનું ખુલ્યું છે. જેમાં અગાઉ એક કોલસેન્ટર ચલાવતો યુવક પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચના ડીવાયએસપી ડિ.પી ચુડાસમાએ જણાવ્યું હતું કે, આરોપીઓ કોલસેન્ટરના માલિકો પાસે ખંડણી ઉઘરાવતા હોવાનું ધ્યાને આવ્યુ છે. એક આરોપીની ધરપકડ થાય પછી સમગ્ર બાબત સામે આવી શકે છે. ગોવા રબારીના સાગરીતોએ ૧૭મી ફેબ્રુઆરીએ જમીન દલાલ કરણ ભટ્ટનું અપહરણ કરી તેને અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી ૧ કરોડની ખંડણી માંગી હતી. ૩૬ તોલા સોનાની ૧૪ લાખની સોનાની ચેઈન લૂંટી પણ લીધી હતી. ઉપરાંત અન્ય ૭૦ લાખ માટે ધમકી આપી હતી.
આ મામલામાં મુખ્ય સુત્રધાર તરીકે ભૂજ જેલમાં બંધ ગોવા રબારી આ ખંડણીની ગેંગ ચલાવતો હોવાનું સામે આવ્યુ હતું. લૂંટમાં ગયેલી સોનાની ચેઈન પણ પોલીસે ગોવા રબારીના ઘરેથી કબ્જે કરી હતી. આ કેસમાં મહેશ રબારી, સંજય રબારી, મિહીર દેસાઈ, જયેશ સિંધી, કરણ પવાર સહિત ફરાર ૬ આરોપીઓ હજી સુધી ઝડપાયા નથી

Related posts

થરા હોસ્પિટલમાં ૭ વર્ષની બાળકીનું મોત થતાં કર્મચારીઓ પર ગંભીર આક્ષેપ

aapnugujarat

માન.વડાપ્રધાનશ્રીના કંડલા પોર્ટ પરના કાર્યક્રમ અંગે સમીક્ષા કરતા કેન્દ્રીય શીપીંગ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા

aapnugujarat

વિરમગામ ખાતે આરોગ્ય અધિકારીઓ કર્મચારીઓ માટે રોટા વાયરસ રસી અંગેનો વર્કશોપ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1