Aapnu Gujarat
મનોરંજન

સુશાંત તેમજ જેકલીન નવી ડ્રાઇવ નામની ફિલ્મમાં હશે

બોલિવુડમાં હવે સુશાંતસિંહ રાજપુત અને જેક્લીનની જોડાી નજરે પડનાર છે. સુશાંતસિંહ રાજપૂત અને જેકલીન પ્રથમ વખત એક સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ બંનેએ પોતાની આગામી ફિલ્મ ડ્રાઈવ માટેનું શુટીંગ શરૂ કરી દીધું છે. આ બંનેએ ફિલ્મના શુટીંગમાં સામેલ હોવાની જાહેરાત કરી દીધી છે. ફિલ્મના નિર્માતા કરણ જૌહરે પણ ટ્‌વીટર ઉપર ફિલ્મના મુહુર્ત શોટને લઈને હાલમાં માહિતી આપી હતી. કરણ જૌહરે ફોટાના કેપ્સનમાં લખ્યું છે કે ફ્રેન્ચાઈસીઝ ફનની શરૂઆત થઈ રહી છે. તરૂણ મનસુખાની દ્વારા નિર્દેશિત અને સુશાંત તથા જેકલીન દ્વારા અભિનેત આ ફિલ્મનું શુટીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. સિરિઝની આ પ્રથમ ફિલ્મ રહેશે. ડ્રાઈવ સિરિઝ હેઠળ કરણ જૌહર ઓછામાં ઓછા ત્રણ ફિલ્મો બનાવવાની યોજના ધરાવે છે. આ તમામ ફિલ્મો રોમાન્સ સાથે ભરપુર એકશન થ્રિલર ફિલ્મ રહેશે. એમ માનવામાં આવે છે કે હિટ ફ્રેન્ચાઈસીઝ ધૂમને પડકાર ફેંકવાને હેતુસર આ ડ્રાઈવ સિરિઝની શરૂઆત કરવામાં આવી રહી છે. કરણ જૌહર સાથે લાંબા સમય બાદ તરૂણ મનસુખાની કામ કરી રહ્યા છે. ૨૦૦૮માં આવેલી કરણ જૌહરના પ્રોડકશન હાઉસની હીટ ફિલ્મ દોસ્તાનાથી બોલિવુડમાં નિર્દેશક તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરનાર તરૂણ મનસુખાની કરણ જોહર સાથે કામ કરવાને લઈને ભારે ઉત્સુક છે. દોસ્તાના ફિલ્મમાં અભિષેક બચ્ચન, જ્હોન અબ્રાહમ અને પ્રિયંકા ચોપરા લીડ રોલમાં નજરે પડ્યા હતા. હવે સુશાંત અને જેકલીનને લઈને નવી ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવ્યું છે. ફિલ્મના સેટ ઉપર તરૂણ સાત વર્ષ બાદ તરત પહોંચ્યા છે.
૨૦૦૮માં છેલ્લે કરણ અને મનસુખાનીની જોડી એક સાથે ફિલ્મ નિર્માણમાં સામેલ થઈ હતી. સુશાંતને પ્રથમ વખત એક મોટા બેનરની ફિલ્મ હાથ લાગી છે. જેનાથી તે પણ આશાવાદી છે.ડ્રાઇવ ફિલ્મ એક્શન ફિલ્મ તરીકે રહેશે.

Related posts

मेरी बेटी को हर त्योहार पसंद : सोहा

aapnugujarat

હેલ બેરી હવે એક્શન થ્રીલર ફિલ્મમાં ચમકશે

aapnugujarat

मैं 12 साल की थी तबसे ही मां बनना चाहती थी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1