Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આસામમાં પુરની સ્થિતિ વધુ ગંભીર : મૃતાંક ૫૪થી ઉપર

આસામમાં પુરની સ્થિતી હજુ પણ યથાવત ગંભીર બનેલી છે. તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આજે વધુ ચાર લોકોના મોત સાથે મોતનો આંકડો વધીને ૫૪થી ઉપર પહોંચી ગયો હતો. જ્યારે અસરગ્રસ્ત લોકોની સંખ્યા સતત વધી રહી છે. ગેન્ડા માટે વિશ્વભરમાં લોકપ્રિયનેશનલ પાર્કમાં અસામાન્ય એક સિંગડાના ત્રણ ગેન્ડાના મોત થતા સરકારની ચિંતા વધી ગઇ છે. અન્ય તમામ પ્રાણીઓને બચાવી લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારે વરસાદના કારણે બ્રહ્યપુત્ર નદીમાં પાણીના પ્રવાહના કારણે કાજીરંગા વાઇલ્ડલાઇફ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ છે. નેશનલ પાર્કમા પાણી ભરાઇ જતા સૌથી વધારે ચિંતા જોવા મળી રહી છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવનાર કાજીરંગા નેશનલ પાર્કમાં ૨૫૦૦ ગેન્ડા રહે છે. વિશ્વમાં કુલ ગેન્ડાની સંખ્યા ૩૦૦ છે જે પૈકી ૨૫૦૦ ગેન્ડા આ સ્થળ પર છે. પુરના કારણે હરણ સહિત કુલ ૬૦ પ્રાણીઓના મોત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમંન્ટ ઓથોરિટીના કહેવા મુજબ છેલ્લા ૧૨ કલાકમાં ૨૫૦૦૦ લોકોને અસર થઇ છે. બીજી બાજુ તમામ પ્રકારની મદદ કરવા ખાતરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. ગુવાહાટીથી પ્રાપ્ત હેવાલ મુજબ રાજ્યમાં પુરની સ્થિતી ગંભીર બનેલી છે. કુલ ૨૪ જિલ્લા પુરના સકંજામાં આવી ગયા છે.મોતનો આંકડો વધીને ૫૪ ઉપર પહોંચી ગયો છે.એકલા લખીમપુર જિલ્લામાં ત્રણ લાખથી વધારે લોકો પુરના સકંજામાં આવી ગયા છે. તમામ મોટી નદીઓ અને તેમની સહાયક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર છે.ગેન્ડા માટે લોકપ્રિય કાજીરંગા નેશનલ પાર્ક પાણીમાં ડુબી જતા ગેન્ડા જાહેર રસ્તામાં આવી ગયા છે. કાજીરંગા નેશનલ પાર્કના ૭૫ ટકા વિસ્તારમાં પુરના પાણી ફરી વળ્યા છે.
કુલ ૨૦ લાખ લોકો વિસ્થાપિત થઇ ગયા છે. આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલ દ્વારા આજે કહેવામાં આવ્યુ હતુ કે સ્થિતી ખુબ વિકટ છે. તેમણે કહ્યુ છે કે પુરની સ્થિતી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. હજુ સ્થિતીમાં સુધારો થયા તેવી શક્યતા નહીવંત દેખાઇ રહી છે.૩૧ હાજાર લોકો માટે ૨૯૪ રાહત કેમ્પ સ્થાપિત કરવામાં આવી ચુક્યા છે. વરસાદના લીધે લોકપ્રિય કાજીરંગા નેશનલ પાર્કમાં પાણી ભરાઈ ગયા છે. બ્રહ્મપુત્ર, બરાક અને સહાયક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી છે. મોનસુન આફત તરીકે રહેતા હાલત કફોડી બનેલી છે. પુરના કારણે રાજ્યમાં ૧૭૬૦ હેક્ટરથી વધારે વિસ્તારમાં પાકને નુકસાન થયુ છે. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. બચાવ અને રાહત કામગીરીમાં સુરક્ષા દળોની મદદ લેવામાં આવી રહી છે. આસામમાં પુરની જ્યાં સુધી વધારે અસર થઇ છે તેમાં લખીમપુર, શિવસાગર, કચાર, ધેમાજી, વિશ્વનાથ, જોરહાત, ગોલાઘાટ, કરીમગંજ, સોનિતપુર અને નાલબેરીનો સમાવેશ થાય છે. આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલ પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ ચુક્યા છે. રાહત છાવણીમાં જઇને પણ સ્થિતીની સમીક્ષા કરી ચુક્યા છે. બીજી બાજુ પુર્વોતર રાજ્યોના વિકાસ પ્રધાન ( સ્વતંત્ર હવાલો ) જિતેન્દ્રસિંહ કહ્યુ છે કે પુરતી મદદ કરવામાં આવી રહી છે. ટુંક સમયમાં જ પેકજ જાહેર કરવામાં આવે તેવી શક્યતા પણ દેખાઇ રહી છે.

Related posts

शोपियां में तीन आतंकी ढेर

aapnugujarat

राजस्थान में बीएसपी विधायकों का दल-बदल : माया ने निकाली भड़ास, कांग्रेस दलित विरोधी

aapnugujarat

२२ अक्टूबर को बैंकों में हड़ताल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1