Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બિહારમાં મહાગઠબંધનને બચાવી લેવા હવે સોનિયા ગાંધી મેદાનમાં

બિહારમાં મહાગઠબંધન પર સંકટના વાદળો ઘેરાયેલા છે. ત્યારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ આની ગંભીર નોંધ લીધી છે. સોનિયા ગાંધીએ આજે મુખ્યમંત્રી નીતિશકુમાર અને આરજેડી વડા લાલૂ પ્રસાદને ફોન કરીને ગઠબંધન અકબંધ રાખવા અપીલ કરી હતી. બિહારના મહાગઠબંધનમાં તિરાડ સ્પષ્ટ દેખાઈ રહી છે. મહાગઠબંધનને બચાવવાના પ્રયાસ શરૂ થઇ ચુક્યા છે. જેડીયુ, આરજેડી અને કોંગ્રેસ મહાગઠબંધનના હિસ્સા તરીકે છે. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, રાબડી દેવી અને મિશા ભારતી તથા લાલૂ યાદવના પરિવારના અન્ય સભ્યો સામે સીબીઆઈ અને ઇડી દ્વારા આક્રમક કાર્યવાહી શરૂ કરવામાં આવ્યા બાદ ગઠબંધન ઉપર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. લાલૂ પ્રસાદ, તેમના પત્નિ અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, પુત્ર તેજસ્વી યાદવ ત્રણ એકર જમીનના ટ્રાન્સફર સાથે સંબંધિત સીબીઆઈ કેસમાં મુખ્ય આરોપી તરીકે નામનો ઉલ્લેખ છે. તેમના નામ સીબીઆઈ સંબંધિત કેસમાં આવ્યા બાદ હાલમાં જ દરોડા પાડવામાં આવ્યા હતા. કેસ દાખલ કરાયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાંચી અને પુરી સહિતના વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આરજેડી વડા લાલૂ યાદવ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે આ પ્રકરણ સપાટી ઉપર આવ્યું હતું. અગાઉ નીતિશકુમારે આરજેડીનાનેતા અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને ભ્રષ્ટાચારના આરોપસર ખુલાસો કરવા માટે કહ્યું હતું. તેજસ્વી યાદવે તેમની સામે કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને ફગાવી દીધા હતા અને ભાજપના કાવતરા તરીકે ગણાવીને તેની ટિકા કરી હતી. આરજેડી ૮૦ ધારાસભ્યો ધરાવે છે. તેજસ્વી યાદવ રાજીનામુ આપવાના મુડમાં દેખાઈ રહ્યા નથી. બીજી બાજુ જેડીયુએ વલણ સ્પષ્ટ કરતા કહ્યું છે કે, એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ તેમને કોર્ટમાં અને લોકોમાં જવાબ આપવાની જરૂર છે. મહાગઠબંધનને ચલાવવાની જવાબદારી દરેક વ્યક્તિની છે. જેડીયુના રાજ્ય પ્રમુખ વશિષ્ટ નારાયણ સિંહે કહ્યું છે કે, તેમની પાર્ટી તેજસ્વી યાદવના તેમની સામે કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપોના જવાબથી સંતુષ્ટ નથી. જેડીયુ અને આરજેડી વચ્ચે ખેંચતાણની શરૂઆત થયા બાદ સંકટની સ્થિતિ પ્રવર્તી રહી છે. સોનિયા ગાંધીએ આ ગઠબંધનને બચાવી લેવા હવે કવાયત હાથ ધરી છે. આના ભાગરુપે જ સોનિયા ગાંધીએ આજે બંને નેતાઓને ફોન કર્યા હતા અને મહાગઠબંધનને અકબંધ રાખવા કહ્યું હતું. સાથે સાથે મતભેદોન દફનાવી દેવા માટે પણ અપીલ કરી હતી.

Related posts

हनी ट्रैप : ४००० से ज्यादा अश्लील विडियो इकठ्ठे किये

aapnugujarat

ममता बनर्जी ने पीएम मोदी को बताया देश का सबसे बड़ा दंगाबाज

editor

मुंबई में इस बार नहीं होंगे लालबाग के राजा के दर्शन

editor

Leave a Comment

UA-96247877-1