Aapnu Gujarat
બ્લોગ

એન્ટાર્ટિકામાં મોટા હિમખંડ-આઈસબર્ગ લાર્સેન સીનો ભાગ જૂદો પડી ગયો

એન્ટાર્ટિકામાં ચોથા સૌથી મોટા હિમખંડ-આઈસબર્ગ લાર્સેન સીનો મોટા ભાગ જૂદો પડી ગયો છે. હિમખંડનું વજન ખરબો ટન હોવાનું કહેવાય છે. હિમખંડથી અલગ થનાર આ અત્યાર સુધીનો સૌથી મોટો ટૂકડો છે. હિમખંડનો આકાર ૫.૪૦ હજાર ચોરસ કિલોમીટર છે અને તે ભારતની રાજધાની દિલ્હી કરતાં ચાર ગણો મોટો છે. તે ગોવા કરતાં દોઢ અને અમેરિકાના ન્યૂયોર્ક શહેર કરતાં સાત ગણો વિશાળ છે. આ ઘટનાથી વિશ્વના પર્યાવરણ પર પ્રતિકૂળ અસર થશે.
વૈજ્ઞાનિકોના મતાનુસાર આ હિમખંડમાં ભાગલા પડતાં વૈશ્વિસ સમુદ્રની સપાટીમાં ૧૦ સેન્ટીમીટરનો વધારો થશે. વળી આ મહાદ્વિપ પાસેથી પસાર થનારા જહાજો માટે પણ મુશ્કેલી સર્જાઈ શકે છે.
બ્રિટિશ એન્ટાર્ટિક સર્વેના મતાનુસાર ૧૦ અને ૧૨ જુલાઈએ આ હિમખંડના બે ટૂકડા થયા હતાં. હિમખંડનું નામ એ૬૮ રાખવામાં આવે તેવું મનાય છે.ઘટનાને પગલે લાર્સેન સી હિમખંડના કદમાં ૧૨ ટકાનો ઘટાડો થયો છે. લાર્સેન એ અને લાર્સેન બી હિમખંડ ૧૯૯૫ અને ૨૦૦૨માં જ ઓગળી ગયા હતાં. વૈજ્ઞાનિકો આ માટે કાર્બન ઉત્સર્જનને જવાબદાર ગણાવે છે. તેનાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે અને ગ્લેશિયલ વહેલાં ઓગળે છે. સમુદ્રની જળ સપાટીમાં વધારો થતાં આંદામાન અને નિકાબરમાં બંગાળના અખાતમાં આવેલા અનેક ટાપુઓ ડૂબી જવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં આમ તો તેની અસર ઓછી હશે, પરંતુ લાંબા ગાળે તે જોવા મળશે. ભારતમાં ૭૫૦૦ કિલોમીટરના સમુદ્રકાંઠાને પણ તેનાથી અસર થઈ શકે છે.

Related posts

આપણી સિનેમા આપણું દર્પણ ‘મધર ઈન્ડિયા’

aapnugujarat

અમેરિકનો પણ પ્રદૂષણના મોટા ઉત્સર્જક

aapnugujarat

ચીનનું આક્રમક વલણ ભારત માટે ખતરનાક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1