Aapnu Gujarat
રાષ્ટ્રીય

મણિપુરની લોખંડી મહિલા ઈરોમ શર્મિલાએ કરી તેના લગ્નની જાહેરાત

હ્યુમન રાઇટ્‌સ એક્ટિવિસ્ટ ઇરોમ શર્મિલાએ બુધવારે તામિલનાડુના કોડાઇકેનાલ ખાતે સબ-રજિસ્ટ્રારની ઓફિસે જઈ એના જૂના સાથી બ્રિટિશર ડેઝમન્ડ કુટિન્હો સાથેનાં લગ્ન રજિસ્ટર કરાવ્યા હતા.
મણિપુરી એક્ટિવિસ્ટ હવે કોડાઇકેનલમાં પેરૃમલ્માલાઈ સ્થાયી થવાની છે. આ વરસની શરૃઆતમાં મણિપુર વિધાન સભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન શર્મિલાએ જાહેર કર્યું હતું કે ઓગસ્ટ સુધીમાં એ લગ્ન કરવા માગે છે.બુધવારે હિન્દી મેરેજ એક્ટ અંતર્ગત બધી વિધિ પૂરી કરાયા બાદ સબ-રજિસ્ટ્રારે યુગલને જણાવ્યું હતું કે, તેમના આંતરધર્મીય લગ્ન હોવાથી સ્પેશ્યલ મેરેજ એક્ટ હેઠળ રજિસ્ટર કરાવ્યા બાદ જ તેમને પરવાનગી મળી શકશે અને આ માટે ૩૦ દિવસનો નોટિસ પિરિયડ હોવો જરૃરી છે.૪૫ વરસની હ્યુમન રાઇટ્‌સ એક્ટિવિસ્ટે પત્રકારોને જણાવ્યું કે, એની શાંતિ માટેની શોધ કોડાઇકેનાલમાં પૂરી થઈ છે. એ સાથે તેણે ઉમેર્યું હતું કે કોઇ પણ જાતની તકલીફ વગર પર્વતીય શહેરના રસ્તાઓ પર એ ફરી શકે છે. એને જ્યારે પૂછવામાં આવ્યું કે શું એ લડત ચાલુ રાખશે? ત્યારે ઇરોમે કહ્યું કે, મુક્ત ભારતમાં કોઇ પણ એમના હક માટે લડત ચલાવી શકે છે અને જો જરૃર પડી તો એ પણ લડત ચલાવશે.શર્મિલા લોખંડી મહિલા તરીકે પણ જાણીતી છે. નોર્થ-ઇસ્ટમાં આર્મ ફોર્સીસ એક્ટ (સ્પેશ્યલ પાવર) વિરુદ્ધ સતત સોળ વરસ ભૂખ હડતાલ કરી વિરોધ પ્રદર્શન કરતા આ બિરૃદ મળ્યું હતું. એ ખાવાપીવાની વસ્તુને હાથ પણ નહોતી લગાડતી, પરંતુ એને જબરજસ્તી ખોરાક અપાતો હતો. છેવટે ગયા ઓગસ્ટ મહિનામાં શર્મિલાએ ઉપવાસ તોડી રાજકારણમાં જોડાવાની જાહેરાત કરી હતી. એણે પીપલ્સ રિસર્જન્સ એન્ડ જસ્ટિસ એલાયન્સ પાર્ટીની સ્થાપના કરી માર્ચમાં યોજાયેલી મણિપુર વિધાન સભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જોકે પક્ષને માત્ર ૯૦ મત મળ્યા હતા.

Related posts

पद्मावत एक्सप्रेस समेत ७ ट्रेनें १३ फरवरी तक रद्द

aapnugujarat

લોકસભાની ચાર, વિધાનસભાની ૧૦ સીટ ઉપર શાંતિપૂર્ણ મતદાન

aapnugujarat

ધોરણ ૧૦ પાસ કરનારી દરેક યુવતીને રોકડ ઇનામની જાહેરાત કરતી યુપી સરકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1