Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીને આફ્રિકી દેશ જીબુતીમાં બનાવ્યું દેશની બહાર પ્રથમ સૈનિક થાણું

ભારત સાથે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ચીને તેના સૈનિક અને આર્મી કેમ્પનો વિસ્તાર કરવાનું જારી રાખ્યું છે. એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ ચીને પૂર્વીય આફ્રિકી દેશ જીબુતીમાં દેશની બહાર પ્રથમ સૈન્ય મથક બનાવ્યું છે.રીપોર્ટમાં જણાવ્યું છે કે, ચીનના યુદ્ધ જહાજ અને નેવી જહાજ આધુનિક હથિયારો લઈને નવા સૈન્ય મથક પર જઈ રહ્યા છે. આ સૈન્ય મથક કાર્યરત થયા બાદ ચીની સૈન્યની મારક ક્ષમતામાં વધારો થશે. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદને પગલે ચીનની આ હરકતથી ભારતની ચિંતામાં વધારો થશે એ સ્વાભાવિક છે.ચીને જીબુતીમાં સૈન્ય મથક બનાવ્યા બાદ ફક્ત ભારત જ નહીં પણ બાંગ્લાદેશ, મ્યાંમાર અને શ્રીલંકાની સુરક્ષાને પણ જોખમ ઉભું થશે.
આપને જણાવી દઈએ કે, ચીને ગત વર્ષે જીબુતીમાં સૈન્ય મથક બનાવવાની શરુઆત કરી હતી. સત્તાવાર રીતે જોઈએ તો દેશની બહાર ચીનનું આ પ્રથમ સૈન્ય મથક છે. પરંતુ ચીન તેને લોજિસ્ટીક ફેસેલિટી ગણાવી રહ્યું છે. તો ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સે ભારપુર્વક જણાવ્યું છે કે, કોઈને એ વાતનો ભ્રમ ન થવો જોઈએ કે આ કોઈ અન્ય પ્રવૃત્તિ છે. આ દેશની બહાર બનાવેલું ચીનનું સૈન્ય મથક જ છે.બીજી તરફ ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હૂઆએ જણાવ્યું છે કે, દક્ષિણ ચીનના ઝાનજિયાંગ પ્રાંતમાંથી ચાઈનીઝ નેવીનું જહાજ સૈન્ય મથકને સહાયતા પહોંચાડવા જીબુતી જવા રવાના થઈ ચુક્યું છે. જોકે ચીની સરકારી ન્યૂઝ એજન્સીએ એ વાતની કોઈ માહિતી નથી આપી કે આ સૈન્ય મથક ક્યારથી કાર્યરત થશે. જોકે શિન્હૂઆના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ સૈન્ય મથક ચીન અને જીબુતીની પરસ્પર સહમતિથી બનાવવામાં આવ્યું છે.

Related posts

ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં સામેલ થતાં ભડ્યાં પુતિન

aapnugujarat

અમારે ભારત સાથે નથી કરવું યુદ્ધ : જિનપિંગ

editor

ઇરમાનો વિનાશ : ફ્લોરિડાના ૯૦ ટકા ઘરો પાણીમાં, દોઢ કરોડો લોકો વીજળી વગર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1