Aapnu Gujarat
રાષ્ટ્રીય

નેરળથી માથેરાન પહોંચવાનો એક વધુ વિકલ્પ મળશેઃ છ મહિનામાં મળશે રોપવે સુવિધા

પડોશનું માથેરાન મુંબઈગરાંઓનું લોકપ્રિય અને સૌથી નજીકનું ગિરિમથક છે. આ હિલસ્ટેશન માટે પર્યટકોનું આકર્ષણ વધે એવો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધો છે.નેરળ સ્ટેશને ઉતરીને ટોય ટ્રેન દ્વારા કે પગપાળા છેક માથેરાન સુધી પહોંચી શકાય છે. હવે પર્યટકોને ટૂંક સમયમાં રોપવેની સુવિધા પણ ઉપલબ્ધ થવાની છે. રાજ્ય સરકારના જાહેર બાંધકામ ખાતાએ નેરળ અને માથેરાન વચ્ચે રોપવે સુવિધા શરૂ કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ રોપવેમાં કાચની કેબલ કારમાં બેસીને પર્યટકો નેરળથી માથેરાન પહોંચી શકશે. એ કારની ફ્લોર પણ પારદર્શક હશે જેથી સમગ્ર ખીણનાં દર્શનનો રોમાંચક અનુભવ કરવા મળશે. પર્યટકો માત્ર ૨૦ મિનિટમાં જ માથેરાન પહોંચી શકશે.ટોય ટ્રેન (નેરો ગેજ ટ્રેન)માં નેરળથી વનરાજી, પહાડો અને ખીણનું કુદરતી સૌંદર્ય દર્શન કરતાં બે કલાકે માથેરાન પહોંચાય છે.
રોપવે સુવિધા છ મહિનામાં શરૂ થવાની ધારણા છે.મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓનું કહેવું છે કે આ રોપવે પ્રવાસ લગભગ ૪.૭ કિ.મી. લાંબો રહેશે. દર કલાકે ૬૦૦ જેટલા પ્રવાસીઓને આ રોપવે દ્વારા નેરળથી માથેરાન અને ત્યાંથી પરત લાવવાની વ્યવસ્થા કરી શકાશે. પર્યટકો માટે બે પ્રકારની કેબલ કાર હશે.આ રોપવે સુવિધા અંતર્ગત પર્યટકોએ નેરળ નજીકના ભીવપુરી ખાતેના ભુતીવલી ગામમાંથી કેબલ કારમાં બેસવાનું રહેશે.રોપવે યોજનાનો અંદાજિત ખર્ચ રૂ. ૧૫૦ કરોડ છે. તેનું સંચાલન માથેરાન રોપવે પ્રાઈવેટ લિમિટેડ કરશે.

Related posts

મનમોહનસિંહે વાજપેયીને ભીષ્મ પિતામહ ગણાવ્યાં હતાં

aapnugujarat

જુઓ રામ મંદિરના ભૂમિપૂજનની તસવીરો

editor

અમિત શાહ મંત્રી બનશે તો પાર્ટી પ્રમુખ પદ છોડી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1