Aapnu Gujarat
રમતગમત

મેચ ફિક્સિંગનો આરોપ સાબિત થતાં દક્ષિણ આફ્રિકાના લોનવાબો સોત્સોબે પર આઠ વર્ષનો પ્રતિબંધ

એક સમયે દુનિયાના નંબર વન ફાસ્ટ બોલર રહી ચૂકેલા દક્ષિણ આફ્રિકાના લોનવાબો સોત્સોબેને મેચ ફિક્સિંગના આરોપમાં આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા પર આઠ વર્ષ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે.  સોત્સોબે પર આરોપ છે કે તેણે વર્ષ ૨૦૧૫માં દ. આફ્રિકાની ડોમેસ્ટિક ક્રિકેટ ટૂર્નામેન્ટ રેમ સ્લેમમાં ફિક્સિંગ કર્યું હતું.ઉલ્લેખનીય છે કે સોત્સોબે દ. આફ્રિકાનો સાતમો એવો ખેલાડી છે, જેના પર દ. આફ્રિકાના એન્ટિકરપ્શન યુનિટે આવી કાર્યવાહી કરી છે. આ વર્ષે એપ્રિલમાં ક્રિકેટ સાઉથ આફ્રિકાએ સોત્સોબે પર ફિક્સિંગના આરોપ લગાવ્યા હતા.સોત્સોબેએ પોતાના ઉપર લાગેલા ફિક્સિંગના આરોપોનો સ્વીકાર કરી લીધો હતો. સોત્સોબે પર વર્ષ ૨૦૧૫માં રમાયેલી મેચમાં ફિક્સિંગમાં સામેલ હોવાનો આરોપ, સીએસએના એન્ટિકરપ્શન અધિકારીઓ સામે માહિતી છુપાવવાનો પણ આરોપ લાગ્યો હતો. આ ઉપરાંત તેના પર ભ્રષ્ટાચાર, અધિકારીઓને તપાસમાં સાથ ના આપવો, પુરાવા છુપાવવા જેવા અન્ય આરોપ પણ લગાવવામાં આવ્યા હતા.

Related posts

ભારતીય ટીમનાં ઝડપી બોલર વીઆરવી સિંહે સંન્યાસની કરી જાહેરાત

aapnugujarat

બ્રાયન લારાથી પણ કેપ્ટન વિરાટ કોહલી હવે આગળ

aapnugujarat

મેચ જીતવા માટે રમીએ છીએ : રવિ શાસ્ત્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1