Aapnu Gujarat
મનોરંજન

ફિલ્મ ન મળતા હવે બિપાશા ટીવી શો કરવા માટે ઇચ્છુક

અભિનેત્રી બિપાશા બસુને લગ્ન કર્યા બાદ સારી ફિલ્મો મળી રહી નથી. તે ફિલ્મથી દુર થઇ ગઇ છે. બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે રહી ચુકેલી બિપાશા બસુએ કહ્યું છે કે, તે રિયાલીટી શોમાં કામ કરવા માટે ઇચ્છુક છે. પોતાની ખુબસુરતીના રાજ અંગે વાત કરતા બિપાશાએ કહ્યું હતું કે, તેના ચાહકો તરફથી તેને ખુબ સમર્થન મળી રહ્યું છે. એક કાર્યક્રમમાં પોતાના પતિ કરણસિંહ ગ્રોવર સાથે પહોંચેલી બિપાશાએ કહ્યું હતું કે, તે ડિઝાઈનિંગ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે. તે ડિઝાઇનર જોડી ફાલ્ગુની અને સેન પીકોક માટે રેંમ ઉપર પણ ઉતરી હતી. બિપાશાએ ટેલિવિઝન ઉપર રિયાલીટી શોમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ફેશન ઉદ્યોગમાં આવી રહેલી તેજી અંગે બિપાશાએ ખુશી વ્યક્ત કરી હતી. મોડલ તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરનાર બિપાશાએ ઉદ્યોગમાં પોતાની શરૂઆતના દિવસોની યાદ તાજી કરી હતી. રેમ્પ ઉપર વોક કરવામાં તેને આનંદ આવે છે. મોડલિંગ કેરિયરના સમયથી તે લેકમે ફેશન ઉદ્યોગ સાથે જોડાયેલી રહી છે. આગામી ફિલ્મોના સંદર્ભમાં વાત કરતા  અભિનેત્રીએ કહ્યું  હતું કે, તેના ચાહકો તેની નવી ફિલ્મોની રાહ જોઇ રહ્યા છે તે બાબતથી તે વાકેફ છે પરંતુ હાલમાં લગ્ન પછીની લાઈફની મજા માણી રહી છે. બિપાશાએ કહ્યું હતું કે, તે ઘણીબધી પટકથા હાલમાં વાંચી છે. આગામી ફિલ્મ કોમેડી ફિલ્મ રહેશે. કરણસિંહ ગ્રોવર સાથે કામ કરવાને લઇને પુછવામાં આવતા બિપાશાએ કહ્યું હતું કે, જો સારી પટકથા મળશે તો ચોક્કસપણે સાથે કામ કરીશું. બિપાશા કરણ સાથે ફિલ્મ અલોનમાં પણ નજરે પડી હતી જે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. હવે તે સ્પર્ધામાં ટકી શકે તેવી શક્યતા ઓછી છે.

Related posts

કૃતિ સનુન વિશાલની ફિલ્મમાં કામ કરવા તૈયાર

aapnugujarat

लता मंगेशकर की हालत स्थिर

aapnugujarat

ऋचा ने पायल घोष के खिलाफ किया मानहानि केस

editor

Leave a Comment

UA-96247877-1