Aapnu Gujarat
મનોરંજન

સિદ્ધાર્થ અને જેક્લીનની ફિલ્મ રોમાંસથી ભરપુર

બોલિવુડની ફ્રેશ જોડી સિદ્ધાર્થ મલ્હોત્રા અને જેક્લીન હવે એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. એ જેન્ટલમેન ફિલ્મ માટે ટ્રેલર લોંચ કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા ચારેબાજુ જોવા મળી રહી છે. ફિલ્મ રોમાન્સ અને રોમાંચથી ભરપુર હોવાનો દાવો ફિલ્મ સાથે જોડાયેલા લોકો કરી રહ્યા છે. ફિલ્મમાં ખુબસુરત લોકેશનની સાથે સાથે એક્શન, મસ્તી જોવા મળનાર છે. ફિલ્મમાં સિદ્ધાર્થ ડબલ રોલમાં નજરે પડનાર છે. ટ્રેલરમાં સુનિલ શેટ્ટી એક મજબુત અને નવા અવતારમાં નજરે પડનાર છે. હમેંશા પરદા પર ક્લીન શેવ નજરે પડનાર સુનિલ શેટ્ટી ફિલ્મમાં મોટી દાઢીામાં નજરે પડનાર છે. સિદ્ધાર્થના દમદાર અંદાજથી ચાહકો રોમાંચિત થઇ જશે. ફિલ્મમાં ખુબસુરત કાર અને શાનદાર લોકેશન તમામનુ ધ્યાન ખેંચશે. સિદ્ધાર્થે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર મારફતે કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ત્યારબાદ તેની કોઇ ફિલ્મ હિટ થઇ નથી. જો કે તે બોલિવુડમાં ટકી રહેવા માટે સફળ રહ્યો છે. હાલમા ંતેની પાસે કેટલીક ફિલ્મો છે. બીજી બાજુ જેકલીન કિક ફિલ્મ સલમાન સાથે કર્યા બાદ કુશળ અભિનેત્રી તરીકે ઉભરી ચુકી છે. તેની પાસે સારી સારી ફિલ્મો આવી છે. તે રણબીર કપુર સાથે રોય ફિલ્મમાં પણ નજરે પડી હતી. જો કે કિક બાદ તેની પણ કોઇ ફિલ્મ હિટ સાબિત થઇ નથી જેથી તે અને સિદ્ધાર્થ બન્ને ફિલ્મને લઇને આશાવાદી છે. ફિલ્મની ચર્ચા હવે ટ્રેલર લોંચ થયા બાદ છેડાઇ છે.

Related posts

સન્ની લિયોન પોતાના ચહેરાનો વીમો ઉતારવા માંગે છે..!!

aapnugujarat

કોરોનાની મહામારી વચ્ચે શૂટિંગને લઈને ગભરાઈ હેલી શાહ

editor

કાર્તિક આર્યન નવી ફિલ્મમાં અનન્યા પાંડે સાથે દેખાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1