Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : વિચારવું ભુલ ભરેલું : મતભેદ બાજુએ તારવો

વિચારવું ભુલ ભરેલું
ભારતના મુસલમાનોનો મુસ્લિમ સંસ્કૃતિ તરફ ઝોક હોય તે સ્વાભાવિક છે. આ ઝોક એટલો અત્યંત પ્રબળ છે કે, મુસ્લિમ સંસ્કૃતિનો ફેલાવો કરી મુસ્લિમ રાષ્ટ્રોનો સંઘ તૈયાર કરી બિનમુસ્લિમ (કાફીર) રાષ્ટ્રોને ફરીથી પોતાના આધિપત્ય હેઠળ લાવવાનો તેમનો ધ્યેય છે. આવા વિચારોને કારણે જેના પગ હિંદુસ્તાનમાં છે છતાં જેની આંખો તુર્કીસ્તાન અથવા અફઘાનિસ્તાન તરફ મીટ માંડી રહી હોય, હિંદુસ્તાન પોતાનો જ દેશ છે એનું જેને અભિમાન નથી તથા પોતાના નજીકના ભાઈઓ પ્રત્યે તેમને પોતાનાપણાનો ભાવ નથી એવા મુસલમાનો વિદેશી આક્રમણો વખતે હિંદુસ્તાનનું સંરક્ષણ કરશે એમ વિચારવું ભુલ ભરેલું છે એવું હું અનુભવું છું.
(૧૮, જાન્યુઆરી, ૧૯૨૯, બહિષ્કૃત ભારત, તંત્રીલેખ)

મતભેદ બાજુએ તારવો
આપણે બધાએ એકતાથી એકરૂપ થઈને ચાલવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. આપણામાં અંદરોઅંદર પુષ્કળ જૂથો પડેલાં છે. દરેક માણસ પોતાની જાતને આગેવાન તરીકે રૂઆબ છાંટવા માંગે છે, એ ભારે દુઃખદ ઘટના છે. આપણી સામે અપાર મુશ્કેલીઓ પડી છે અને કામોના ડુંગરો વણઉકલ્યા પડ્યાં છે કેતેનું નિવારણ એક જિલ્લો અથવા એક તાલુકો સુદ્ધાં કાંઈ જ કરી શકે તેમ નથી ત્યારે જ આપણાં બંધુઓ જો પોતપોતાના મતભેદ બાજુએ તારવીને ખભેખભા મિલાવીને કામે લાગી જાય એમાં જ આપણું હિત સમાયેલ છે.
(ડૉ. બાબાસાહેબ આંબેડકર સન્માન કાર્યક્રમ, મુંબઈ, ૨ ઑક્ટોબર, ૧૯૩૦)

સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

શિક્ષિકાથી રાજ્યપાલ પદ સુધી આનંદીબહેનની સફર

aapnugujarat

हाई कोर्ट ने खारिज की जयाप्रदा की याचिका

aapnugujarat

ભારતમાં દુનિયાનું સૌથી ખતરનાક કોરોના વેરિએન્ટ

editor

Leave a Comment

UA-96247877-1