Aapnu Gujarat
બ્લોગ

શિક્ષિકાથી રાજ્યપાલ પદ સુધી આનંદીબહેનની સફર

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આનંદીબેન પટેલ મધ્ય પ્રદેશ રાજ્યના ૨૭માં રાજ્યપાલ તરીકે રહેશે, અત્યારે ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી પાસે મધ્ય પ્રદેશના રાજ્યપાલપદનો વધારાનો હવાલો છે. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીનું સ્થાન મેળવનારા આનંદીબેન પટેલ હવે મધ્ય પ્રદેશ રાજ્યના બીજા મહિલા રાજ્યપાલ બનશે, અગાઉ સરલા ગ્રેવાલ મધ્ય પ્રદેશના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા. આનંદીબેનની નિયુક્તિ અંગેની વિધિવત્‌ જાહેરાત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ટિ્‌વટર એકાઉન્ટ પર કરવામાં આવી હતી.મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક થયા બાદ આજે આનંદીબેન પટેલે પત્રકારોને સંબોધ્યા હતા. તેમણે આ તકે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો આભાર માની જણાવ્યું હતુ કે, આ બંધારણીય જવાબદારી છે, જેને પક્ષપાત વગર તટસ્થ ભૂમિકાથી ભજવવાની હોય છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે તેઓ આગામી ૨૩ તારીખથી મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે પદભાર સંભાળશે. આનંદીબેનએ છેલ્લા ૨૦ વર્ષથી તમામ લોકો સાથે સીધો સંબંધ હોવાની વાત જણાવી પાર્ટીના કાર્યકર્તાઓને સાથ સહકાર આપવા બદલ આભાર માન્યો હતો. મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નામ ઘોષિત થવાની વાત પર પ્રતિક્રિયા આપતાં તેમણે જણાવ્યું હતુ કે આ વાતની તેમને ખબર જ ન હતી. આનંદબેને પોતાની વાત પૂરી કરતાં જણાવ્યું હતુ કે ગુજરાતને તેમની ખોટ નહીં વર્તાય. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ બન્યા બાદ આનંદીબેન પટેલ રાજ્યપાલ ઓ.પી. કોહલીને મળવા પણ પહોંચ્યા હતા.મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પક્ષની બેઠકોમાં જે રીતે તેમની સૂચક હાજરી રહેતી હતી તેના પરથી અનુમાન લગાવાતું હતું કે, આનંદીબેનને મોટી જવાબદારી સુપરત કરવામાં આવશે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી છે.રાષ્ટ્રપતિએ ટિ્‌વટર પર તેની જાહેરાત કરી હતી.વિશ્લેષકોના મતે, ગુજરાત ભાજપમાં આંતરિક જૂથબંધી ખાળવા માટે તેમને ગુજરાતમાં મોકલવામાં આવ્યા છે. ગુજરાતના રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકેનો વધારાનો હવાલો સંભાળે છે.ગુજરાતમાં આંતરિક જૂથબંધી નિવારવા માટે તેમને ગુજરાતમાંથી ’બહાર’ મોકલવામાં આવ્યા છે.ગુજરાત ભાજપના સત્તાવાર પ્રવક્તા ભરત પંડ્યાના કહેવા પ્રમાણે, આનંદીબહેન પટેલ ગુજરાત ભાજપમાંથી રાજ્યપાલ બનનારા પ્રથમ મહિલા નેતા છે.જોકે, ગુજરાત ભાજપમાં આંતરિક જૂથબંધીને ખાળવા માટે તેમને મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા હોવાની વાતને પંડ્યાએ નકારી કાઢી હતી. ૭૭ વર્ષીય આનંદીબહેન પટેલે ઓગસ્ટ ૨૦૧૬માં રાજીનામું આપી દીધું હતું. એ વખતે આનંદીબહેને ઉંમરનું કારણ આપ્યું હતું.આનંદીબહેને ફેસબુક પર રાજીનામાની જાહેરાત કરીને ભાજપમાં નવો ચીલો ચાતર્યો હતો.પાટીદાર, ઓબીસી તથા દલિત આંદોલનોને કાબુમાં ન લેવામાં નિષ્ફળ રહ્યાં હોવાથી તેમની ઉપર રાજીનામું આપવાનું કથિત દબાણ પણ હતું.અગાઉ ગુજરાતના પૂર્વ નાણાપ્રધાન વજુભાઈ વાળાને પણ રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેઓ કર્ણાટકના રાજ્યપાલ છે.એવી પણ ચર્ચા હતી કે આનંદીબહેન તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહ વચ્ચે મતભેદ હતા.ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વખતે વધુ એક વખત આ વાત ચર્ચામાં આવી હતી.આનંદીબહેન પટેલ ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતાં.એક ગાંધીવાદી પરિવારમાં જન્મેલાં આનંદીબહેન શિક્ષિકા તરીકે ફરજ બજાવ્યાં બાદ રાજકારણમાં આવ્યાં હતાં.શાળાના પ્રવાસ દરમિયાન થયેલી દુર્ઘટનાનાં કારણે આનંદીબહેને ૧૯૮૭માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.શાળાના પ્રવાસ દરમિયાન બે વિદ્યાર્થિની નર્મદા નદીમાં પડી ગઈ હતી.તેમને ડૂબતી જોઈ નદીનાં ઝડપી વહેણમાં આનંદીબહેન કૂદી પડ્યાં અને બંને વિદ્યાર્થિનીઓનાં જીવ બચાવ્યાં હતાં.એ માટે આનંદીબહેનને વીરતા પુરસ્કાર પણ મળ્યો હતો. આ સમગ્ર ઘટના દરમિયાન તેઓ ભાજપના સંપર્કમાં આવ્યાં હતાં.આનંદીબહેન સંઘની નજીક છે તથા તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસપાત્ર માનવામાં આવે છે.શંકરસિંહ વાઘેલા (તેઓ એ સમયે ભાજપમાં હતા) તથા નરેન્દ્ર મોદીએ તેમને ભાજપની મહિલા પાંખમાં જોડાવા પ્રોત્સાહિત કર્યાં હતાં.તેઓ ભાજપની મહિલા પાંખના અધ્યક્ષ પણ બન્યાં હતાં. એ સમયે ગુજરાત ભાજપમાં મહિલાઓ ઓછી હોવાથી આનંદીબહેન ઝડપભેર પ્રગતિ કરી શક્યાં હતાં.૧૯૯૪માં આનંદીબહેન રાજ્યસભાના સાંસદ બન્યાં હતાં. ૧૯૯૮માં માંડલ બેઠક પરથી ધારાસભ્ય બન્યાં હતાં.કેશુભાઈ પટેલની સરકારમાં આનંદીબહેનને શિક્ષણ પ્રધાન બનાવવામાં આવ્યાં હતાં. એ તબક્કે પણ તેમને મોદીની નજીક માનવામાં આવતાં.૧૯૯૫માં શંકરસિંહના બળવા વખતે તથા ૨૦૦૧માં કેશુભાઈને હટાવવાની માગ ઉઠી ત્યારે પણ આનંદીબહેન મોદીની સાથે રહ્યાં હતાં.કેશુભાઈ બાદ મોદી મુખ્યપ્રધાન બન્યા, ત્યારે તેઓ થોડો સમય માટે શિક્ષણ પ્રધાન રહ્યાં. બાદમાં તેમને મહેસૂલ ખાતું સોંપવામાં આવ્યું હતું.આનંદીબહેને પણ નર્મદા નહેર માટે જમીનની જરૂર હોય કે ટાટાને જમીન ફાળવવાની હોય, તમામ કામો સુપેરે પાર પાડ્યાં હતાં.૨૦૦૩થી મધ્યપ્રદેશમાં ભાજપનું શાસન છે. નવેમ્બર ૨૦૦૫થી વર્તમાન મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પદભાર સંભાળી રહ્યાં છે. ચાલુ વર્ષે મધ્યપ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થશે.ભાજપના અધ્યક્ષ અમિત શાહ સામે વધુ એક વખત ગઢને જીતવાનો પડકાર છે.ગત લોકસભા ચૂંટણી વખતે ભાજપને અહીં ૨૯માંથી ૨૭ બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને બે બેઠક પર વિજય મળ્યો હતો.ઉલ્લેખનીય છે કે મે ૨૦૧૪માં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા, ત્યારે તેમણે ગુજરાતના મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું.મોદીના રાજીનામા બાદ આનંદીબહેન પટેલે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો હતો. આનંદીબેન પટેલનો જન્મ વિજાપુરના ખરોડ ગામ ખાતે તારીખ ૨૧મી નવેમ્બર ૧૯૪૧માં થયો હતો,તેઓએ અમદાવાદના આશ્રમ રોડ ખાતેની મોહિની બા કન્યા વિદ્યાલયમાં આચાર્ય અને ગણિત- વિજ્ઞાન વિષયના શિક્ષિકા તરીકે બાળાઓને શિક્ષણનું ભાથુ પણ પીરસ્યુ હતુ.તેઓ ૧૯૮૭ માં વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.તારીખ ૨૯મી મે ૧૯૬૨ ના રોજ મફતભાઈ પટેલ સાથે આનંદીબેનના લગ્ન થયા હતા,તેઓના પરિવારમાં એક પુત્ર સંજય પટેલ અને દીકરી અનાર પટેલ છે,સંજયના લગ્ન હિના પટેલ સાથે થયા છે તેઓને એક પુત્ર છે જેનું નામ ધર્મ છે જ્યારે દીકરી અનાર પટેલના લગ્ન સંજય ઈશ્વરભાઈ પટેલ સાથે થયા છે તેઓના દાંપત્ય જીવનમાં સંસ્કૃતિ નામની દીકરી છે.આનંદીબેન પટેલ ભાજપમાં જોડયા બાદ ૧૯૯૮ માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા,ગુજરાત રાજ્યના એક માત્ર પ્રથમ મહિલા ધારાસભ્ય છે કે તેઓ સતત ચાર વખત ધારાસભ્ય તરીકે અને મે ૨૦૧૪ થી વર્ષ ૨૦૧૬ સુધી એમ બે વર્ષ સુધી ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાળ પણ સંભાળ્યો હતો.તેઓએ તારીખ ૪ ઓગષ્ટ ૨૦૧૬ ના રોજ સીએમપદ પરથી રાજીનામુ આપી દેતા રાજ્યકીય ક્ષેત્રે હડકંપ મચી ગયો હતો.આનંદીબેન પટેલના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પાટીદાર આંદોલને પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા.

Related posts

NICE LINE

aapnugujarat

પાંચ રાજ્યોની વિધાનસભા ચુંટણી જનતાનો મુડ દર્શાવનાર સાબિત થશે

aapnugujarat

ચીન-અમેરિકાના ટ્રેડવૉરમાં જીત કોની થશે…!!?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1