Aapnu Gujarat
તાજા સમાચારશિક્ષણ

જેઈઈ : આઈઆઈટી કાઉન્સિલિંગ- એડમિશન પર સુપ્રીમની બ્રેક

સુપ્રીમ કોર્ટે જેઈઈ એડવાન્સ હેઠળ આઈઆઈટી કાઉન્સિલિંગ અને એડમિશન પર સ્ટે મુકવાનો આદેશ જારી કર્યો હતો. ન્યાયમૂર્તિ દિપક મિશ્રાના નેતૃત્વમાં સુપ્રીમની બેંચે કહ્યું હતું કે, દેશની કોઇપણ હાઈકોર્ટ હવેથી જેઈઈ-આઈઆઈટી એડવાન્સની કોઇ અરજી ઉપર વિચારણા કરશે નહીં. કોર્ટે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને શનિવાર સુધી હાઈકોર્ટની સમક્ષ પેન્ડિંગ જેઈઈ-આઈઆઈટી એડવાન્સ સાથે જોડાયેલી અરજીઓની સંખ્યા અને મામલાઓની સ્થિતિના સંદર્ભમાં સૂચના આપવા માટે આદેશ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે ગયા શુક્રવારના દિવસે કેન્દ્રને આઈઆઈટી સંયુક્ત પ્રવેશ પરીક્ષાના એડવાન્સ કોર્સમાં પણ તમામ ઉમેદવારોને વધારાના સાત માર્ક આપવાને લઇને પડકાર ફેંકતી અરજી ઉપર જવાબો માંગ્યા હતા. આ વધારાના સાત માર્ક હિન્દી ભાષાના પ્રશ્નપત્રમાં પ્રિન્ટિંગની ભુલના કારણે આપવામાં આવ્યા હતા. જેઈઈ એડવાન્સ ૨૦૧૭ના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના આજના આદેશને ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આઈઆઈટીની કાઉન્સિલિંગ અને એડમિશન પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ ્‌ને વાલીઓમાં આની ચર્ચા જોવા મળી રહી છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે અન્ય એક ચુકાદામાં ગંગા અને યમુના નદીના સંદર્ભમાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ ઉપર સ્ટે મુક્યો હતો. જેમાં ઉત્તરાખંડ હાઈકોર્ટે ગંગા અને યમુનાને લિવિંગ એનટીટી તરીકે જાહેર કરી હતી. સાથે સાથે માનવતા તરીકેના અધિકાર પણ આપવામાં આવ્યા હતા.
નવા સ્ટેટસ મુજબ ગંગા અને યમુના નદીમાં પ્રદૂષણ ફેલાવનાર સામે દંડ કરવામાં આવશે જે રીતે માનવીને નુકસાન પહોંચાડવા બદલ સજા કરવામાં આવે છે તે રીતે જ ગંગા નદીને પ્રદૂષિત કરવાના મામલામાં સજા કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશ ઉપર સ્ટે મુકવાના ફેંસલાને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

Related posts

જજોને લાંચ આપવાનો મામલો : સીટ તપાસની માંગને અંતે ફગાવાઈ : સુપ્રીમની ટીકા

aapnugujarat

खाद सब्सिडी सीधे किसान के खाते में डालने पर विचार

aapnugujarat

એમ.એસ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો

editor

Leave a Comment

UA-96247877-1