Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

મધ્ય આફ્રિકાના બામ્બારી સિટીમાં અકસ્માતઃ ૭૭નાં મોત

મધ્ય આફ્રિકાના ગણ રાજ્યના બામ્બારી સિટીમાં થયેલા એક અકસ્માતમાં ૭૭ લોકોનાં મોત થયાં છે તેમજ અનેક લોકોને ઈજા થઈ છે. બામ્બરી અને ઈપ્પી વચ્ચે થયેલા આ અકસ્માતમાં ઘવાયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.મધ્ય આફ્રિકામાં બૈગીથી લગભગ ૩૦૦ કિમી દૂર ઉત્તર-પૂર્વમાં આવેલા એક ગામ નજીક આ ઘટના બની હતી. જેમાં ગામ નજીકથી પસાર થતી ટ્રક એક માર્કેટમાં ઘૂસી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.  ટ્રકને સમયસર માર્કેટમાં પહોંચાડવા ટ્રક ચાલકે બેફામ સ્પીડે ટ્રક ચલાવતાં આ ઘટના બની હતી. જેમાં ૭૭ લોકોનાં મોત થયાં હતાં. અને અનેકને ઈજા થઈ હતી. આ બનાવ બાદ ગામમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. જેમાં નાસભાગમાં જ કેટલાક લોકોનાં મોત થયાં હતાં. આ અંગે હોસ્પિટલના અધિકારી માઈકલ જહાંદજીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં માર્યા ગયેલા ૭૭ પૈકીના ૫૯ લોકોના મૃતદેહને બામ્બરી હોસ્પિટલના શબઘરમાં લઈ જવાયા છે.

Related posts

बांग्लादेश : मस्जिद में धमाका, 14 की मौत

editor

पाक में 15 सिख श्रद्धालुओं की मौत

editor

मुशर्रफ को फांसी की सजा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1