Aapnu Gujarat
Uncategorized

પ્રભાસપાટણમાં જયા પાર્વતીનાં વ્રત દરમિયાન યુવતીઓ ભગવાને શિવને ભજવા લાગી

વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે જયા પાર્વતીના વ્રત માટે વહેલી સવારથી જ યુવતીઓ વિવિધ શણગાર સાથે શિવને ભજવા લાંબી કતારો જોવા મળી રહી છે. મા જોવા મળી હતી. આનંદ, ઉલ્લાસ અને નિર્દોષ રમતિયાળ હાસ્ય વેરતુ સોનેરી શમણાઓને આંખમા સજાવી ભવિષ્યમાં વિચરતી બાળાઓને મુકત મને ગગનમાં વિહરાવતું આ જયા પાર્વતી વ્રત અનેક લાગણીઓને ખીલવે છે. પૌરાણિક પુરાણો અનુસાર આ વ્રત કરવાથી “અખંડ સૌભાગ્યવતી “હોવાનો આશીર્વાદ માં પાર્વતી આપે છે અને આ વ્રતનું રહસ્ય માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુએ મા લક્ષ્મીજીને બતાવ્યું હતું. ત્યારબાદ દરેક યુવતી પોતાને મનગમતો વર મેળવવા માટે આ વ્રત પાંચ દિવસ સુધી રાખી અને છેલ્લા દિવસે આખી રાનું જાગરણ કરી શિવ પૂજા કરી પૂર્ણ કરે છે.
સોમનાથમાં યુવતીઓ શિવ પાર્વતીજીને કુમકુમ, બીલીપત્ર, કસ્તુરી, અષ્ટગંધ, તથા ફુલ ચઢાવી ત્યારબાદ કેળા, દાડમ જેવા ફ્રુટ સમર્પિત કરે છે અને આરતી, પૂજા, અર્ચના, કરી જયા પાર્વતી વ્રત કથાનું વાંચન કરી પૂજા કરે છે. .
જયા પાર્વતી વ્રતમાં દરરોજ પાંચ દિવસ સુધી મીઠા વગરનું ભોજન તેમજ ફ્રુટ ખાઇને શિવની આરાધના યુવતીઓ દ્વારા કરવામાં આવે છે અને છેલ્લા દિવસે આખી રાતનુ જાગરણ કરી સવારે શિવ પૂજા બાદજ ભોજન લેવામા આવે છે. આમ ભારતીય સંસ્કૃતિનો અમોલ વ્રત એટલે જયા પાર્વતી વ્રત જે હર કોઇ યુવતી કરે છે અને શિવજી તેમની ઇચ્છા પૂરી કરે છે.

રિપોર્ટર :- ભજગોતર રાજેશ (પ્રભાસપાટણ)

Related posts

राजकोट पश्चिम में सबसे रोमांचक टक्कर रहेगी

aapnugujarat

ડભોઈ નગરપાલિકાની બેદરકારી સામે આવી

editor

ભાજપમાં નારાજ લોકો માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે : હાર્દિક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1