Aapnu Gujarat
ગુજરાત

બોપલ ઘુમા નગરપાલીકાના કાઉન્સિલર રેખાબેન સરડવાએ આંગણવાડીમાં જન્મ દિવસની ઉજવણી કરી

સામાન્ય રીતે બોપલ જેવા પોશ વિસ્તારના લોકો પોતાનો જન્મ દિવસ પરિવાર તથા મિત્રોની સાથે હોટેલ કે ક્લબમાં ઉજવવાનું પસંદ કરતા હોય છે. પરંતુ બોપલ ઘુમા નગરપાલીકાના કાઉન્સિલર અને ડિવાઇન લાઇફ કેર (ફાર્મા)ના ડિરેક્ટર રેખાબેન સરડવાએ પોતાના જન્મ દિવસની ઉજવણી આંગણવાડીના બાળકો સાથે કરી હતી. રેખાબેન સરડવા દ્વારા દત્તક લેવામાં આવેલ બોપલના આબાદનગરની આંગણવાડીના બાળકોએ કેક કાપીને પોતાના કાઉન્સિલરના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. રેખાબેન સરડવાએ બાળકોને આંગણવાડીનો પોષણ યુક્ત આહાર ઉપરાંત ઘરોનો ખોરાક ખાવા તથા બહારનો ખોરાક ન ખાવા અંગે સમજ આપી હતી. બાળકોને પોતાની સ્વચ્છતા ઉપરાંત ઘર, આંગણવાડી સ્વચ્છ રાખવાના પાઠ ભણાવવામાં આવ્યા હતા.

આંગણવાડીમાં જન્મ દિવસની ઉજવણી કરનાર બોપલ ઘુમા નગરપાલીકાના કાઉન્સિલર રેખાબેન સરડવાએ જણાવ્યુ હતુ કે, સામાન્ય રીતે લોકો પોતાના જન્મ દિવસની ઉજવણી મિત્રો કે પરીવારના સભ્યો સાથે કરતા હોય છે. બોપલના આબાદનગર વિસ્તારની આંગણવાડી મે દત્તક લીધેલી હોવાથી આંગણવાડીના બાળકો મારા પરીવારના સભ્યો હોય તેવુ જ લાગે છે. હું અવારનવાર આંબદનગરની આંગણવાડીના બાળકો સાથે સમય પસાર કરૂ છું. મારા જન્મ દિવસની ઉજવણીમાં મે દત્તક લીધેલી આંગણવાડીના બાળકો પણ સહર્ષ જોડાઇ શકે તે માટે મારા જન્મ દિવસની ઉજવણી આબાદનગરની આંગણવાડીમાં કરવામાં આવી હતી. આંગણવાડીના બાળકોના હાથ કેક કપાવીને જન્મ દિવસની ઉજવણી કરવાથી એક અદ્વિતીય દિવ્ય આનંદની અનુભુતી થઇ રહી છે.

Related posts

એનડીએ સુશાસનના યશસ્વી ત્રણ વર્ષની લોકોને જાણકારી આપવા વડોદરા શહેરમાં યોજાશે મેકીંગ ઓફ ડેવલપ્ડ ઇન્ડિયા (M.O.D.I.) ફેસ્ટ : આજે પ્રચાર રથને પ્રસ્થાન કરાવાશે

aapnugujarat

પાનવડ પોલીસે વિદેશી દારૂ સાથે શખ્સને ઝડપ્યો

editor

ગુજરાત ૭૪ ટકા ઘન કચરાના નિકાલ સાથે દેશમાં બીજા ક્રમે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1