Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં મોદી સરકાર બન્યા બાદ લોકોની સ્વતંત્રતામાં ઘટાડો થયો

મોદી સરકાર વર્ષ ૨૦૧૪થી ભારતમાં શાસન કરી રહી છે ત્યારે અમેરિકાની એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતમાં આઝાદી ઘટી ગઈ છે. અમેરિકાના વોશિંગ્ટન ખાતે આવેલી થિંક ટેંકે ભારતના ફ્રીડમ સ્કોરને ડાઉનગ્રેડ એટલે કે નીચો કરી દીધો છે. ફ્રીડમ હાઉસના રેન્કિંગમાં ભારત પહેલા FREE કેટેગરીના દેશોમાં હતો પરંતુ હવે ભારતના રેન્કિંગને ઘટાડીને PARTLY FREE કેટેગરીમાં કરી દેવાયું છે.
અમેરિકન થિંક ટેન્ક ફ્રીડમ હાઉસે પોતાની રિપોર્ટમાં કહ્યું છે કે ભારતમાં લોકોની સ્વતંત્રતા ઓછી થઈ ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત હવે સ્વતંત્ર દેશની જગ્યાએ આંશિક રૂપે સ્વતંત્ર દેશમાં બદલાઈ ગયો છે. નોંધનીય છે કે આ રિપોર્ટમાં પોલિટિકલ ફ્રીડમ અને માનવાધિકારને લઈને ઘણા દેશોમાં રિસર્ચ કરવામાં આવી હતી અને આ રિપોર્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ભારતમાં વર્ષ ૨૦૧૪માં સત્તાપરિવર્તન બાદ નાગરિકોની સ્વતંત્રતામાં ઘટાડો આવ્યો છે.
ડેમોક્રેસિ અંડર સીઝ નામકન રિપોર્ટમાં ભારતને ૧૦૦માંથી ૬૭ નંબર આપવામાં આવ્યા છે, ગતવર્ષે ભારતને આ રિપોર્ટમાં ૭૧ નંબર આપવામાં આવ્યા હતા. ૨૧૧ દેશોમાં ભારત હવે ૮૩થી ખસીને ૮૮માં નંબર પર પહોંચી ગયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં સરકારની ટીકા કરનારા લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. લેખકો અને પત્રકારો પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે.
ફ્રીડમ હાઉસની આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ભેદભાવપૂર્ણ નીતિન અપનાવી રહ્યા છે અને હિંસા વધી ગઈ છે તથા મુસ્લિમો હિંસાના શિકાર થયા છે. ફ્રીડમ હાઉસની રિપોર્ટનું કહેવું છે કે ભારતમાં માનવાધિકાર સંગઠનો પર દબાણ ખૂબ વધી ગયું છે અને નાગરિક સ્વતંત્રતાની પરિસ્થિતિમાં લપડાક જોવા મળી છે. નાગરિક સ્વતંત્રતાની રેટિંગમાં ભારતને ૬૦માંથી ૩૩ અંક આપવામાં આવ્યા છે જ્યારે રાજકીય અધિકારો મામલે ૪૦માંથી ૩૪ અંક આપવામાં આવ્યા છે.
આ રિપોર્ટમાં કોરોના વાયરસકાળમાં લગાવવામાં આવેલા લોકડાઉનની પણ ચર્ચા કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર ભારતમાં જે લોકડાઉન કરવામાં આવ્યું તે ખતરનાક હતું અને તેમાં લાખો શ્રમિકોએ પલાયન કરવું પડ્યું હતું.
ફ્રીડમ ઈન ધ વર્લ્ડ’ રાજકીય અધિકારો અને નાગરિક સ્વતંત્રતા પર એક વાર્ષિક વૈશ્વિક રિપોર્ટ છે. આ રિપોર્ટમાં એક જાન્યુઆરી ૨૦૨૦થી લઈને ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી ૨૫ પોઈન્ટ માટે ૧૯૫ દેશો અને ૧૫ રાજ્યો પર રિસર્ચ કરવામાં આવ્યુ. રિપોર્ટમાં શામેલ ૧૯૫ દેશોમાંથી માત્ર બેને જ પૉઝિટીવ રેટિંગ આપવામાં આવ્યુ. નાગરિક સ્વતંત્રતામાં ભારતને ૬૦માંથી ૩૩ પોઈન્ટ આપવામાં આવ્યા છે. જ્યારે રાજકીય અધિકારો પર ૪૦માંથી ૩૪ પોઈન્ટ આપવામાં આવ્યા.

Related posts

Vaccination drive to be conducted according to sequence and priority set by Centre, should not be changed : CM Yogi

editor

अयोध्या केस की डेड लाइन तय, CJI बोले – 18 अक्टूबर तक दलीलें-सुनवाई हो पूरी

aapnugujarat

કાશ્મીરમાં ૫ ત્રાસવાદીઓ ઠાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1