Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગુજરાતમાંથી સેનામાં ભરતી માટે ૭૧,૦૦૦ યુવાનોએ ઓનલાઇન નોંધણી કરાવી

ગુજરાતમાં આગામી સૈનિક ભરતી રેલી ૦૬ જુલાઈથી ૧૬ જુલાઈ સુધી આણંદ જિલ્લામાં યોજાઈ રહી છે, જે માટે સૈન્ય દળોમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ગુજરાતી યુવાનોએ મોટી સંખ્યામાં ઓનલાઇન નોંધણી કરાવી છે. આ પસંદગીની પ્રક્રિયા માટે કુલ ૭૧૦૩૯ ઉમેદવારોએ નોંધણી કરાવી છે, જેથી અગાઉના તમામ વિક્રમો તૂટી ગયા છે. સંખ્યામાં નોંધપાત્ર વધારાને ધ્યાનમાં રાખીએ તો વિસ્તૃત પસંદગી પ્રક્રિયાના તમામ તબક્કાઓ પૂર્ણ થયા પછી રાજ્યમાંથી સેનામાં સામેલ થનાર યુવાનોની સંખ્યા પણ નવો વિક્રમ સર્જશે તેવી શક્યતા છે.રાજ્યમાં વર્ષ ૨૦૧૪થી સેનામાં ભરતી થનાર યુવાનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઉપલબ્ધ ડેટા મુજબ, વર્ષ ૨૦૧૩-૧૪ સુધી સૈનિક ભરતી ઓફિસ, જામનગર માટે રેલીદીઠ સરેરાશ આશરે ૩૦૦ અને સૈનિક ભરતી ઓફિસ, અમદાવાદ માટે રેલીદીઠ સરેરાશ ૪૦૦ યુવાનોની ભરતી થઈ હતી, જેમાં સતત વધારો થઈ રહ્યો છે.  સેના ભરતી ઓફિસ, અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭માં આયોજિત રેલીમાં ૪૯૨ યુવાનોની ભરતી થઈ હતી, ત્યારે સેના ભરતી ઓફિસે ડિસેમ્બર, ૨૦૧૬માં હિમ્મતનગરમાં આયોજિત રેલીમાં ૭૮૬ યુવાનોની પસંદગી થઈ હતી.માહિતી/જાગૃતિ અભિયાનો, પ્રદર્શનો અને વાઇબ્રન્ટ ગુજરાત, ૨૦૧૭ જેવા મુખ્ય કાર્યક્રમોને પરિણામે સેનામાં ભરતી કરવા માટેના પ્રયાસોના સારા પરિણામો મળ્યા છે. રાજ્યમાં સંરક્ષણ મંત્રાલયે સ્થાપિત કરેલ જનસંપર્ક વિભાગને પ્રિન્ટ, ટેલિવિઝન અને રેડિયો સહિત તમામ પ્રકારના મીડિયાનો ઉત્કૃષ્ટ સાથસહકાર મળ્યો છે, જેનાથી સેનામાં સામેલ થવા ઇચ્છતા રાજ્યના યુવાનોને યોગ્ય સમયે જરૂરી માર્ગદર્શન મળી રહ્યું છે.રાજ્ય સરકાર આ ભરતી રેલીઓમાં કડક પસંદગી પ્રક્રિયાઓ માટે યુવાનોને તૈયાર કરવા અને જાગૃત કરવા સતત સાથસહકાર આપે છે, જેથી આગામી વર્ષોમાં સેનામાં ગુજરાતી યુવાનોની સંખ્યા વધવાની શક્યતા છે.

Related posts

ચૂંટણી અગાઉ રાહુલ ગાંધીએ અમેઠીની પ્રજાને પત્ર લખીને જણાવ્યું કે, અમેઠી સાથે તેમના સંબંધ ભાવનાત્મક રીતે એટલા જ મજબૂત છે

aapnugujarat

देश में कोरोना का आंकड़ा 49 लाख के पार

editor

કૈરાના ઇફેક્ટ : શેરડી ખેડૂત માટે ૮૦૦૦ કરોડ અપાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1