Aapnu Gujarat
બિઝનેસ

રૂપિયા ૨૦૦ની નવી નોટ જારી કરવા માટેની તૈયારી

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રૂપિયા ૨૦૦ની નવી નોટ રજૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. આના માટે પ્રિન્ટિંગના આદેશ આપી દેવામાં આવ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, પ્રિન્ટિંગના આદેશ આપી દેવામાં આવ્યા બાદ નવી નોટ લોકોને જોવા મળશે. માર્ચ મહિનામાં નાણામંત્રાલય સાથે વાતચીત કરીને આરબીઆઈ દ્વારા રૂપિયા ૨૦૦ની નોટ જારી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ટૂંક સમયમાં જ આ સંદર્ભમાં જાહેરનામુ જારી કરવામાં આવશે. દેશમાં કરન્સીની સ્થિતિને વધુ સરળ બનાવવાના હેતુસર રૂપિયા ૨૦૦ની નવી નોટ જારી કરવાનો નિર્ણય કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. ૯મી નવેમ્બરના દિવસે મોદીએ આ નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત થયા બાદ કેન્દ્ર સરકાર દેશમાં કરન્સીની સ્થિતિને સુધારવાના પ્રયાસ કરી રહી હતી. સરકારે લોકોને ખાતરી આપી હતી કે, કરન્સી નોટ બેંકોમાં બદલી શકાશે. પોસ્ટ ઓફિસ અને આરબીઆઈની બ્રાંચોમાં પણ ૩૦મી ડિસેમ્બર ૨૦૧૬ સુધી બદલાવી શકાશે. આરબીઆઈના આ નિર્ણય બાદ વધુ સુધારા કરવામાં આવ્યા હતા. સરકાર અને આરબીઆઈ દ્વારા નોટબધીના ગાળા દરમિયાન લોકોને તકલીફ ન પડે તે માટે જુદા જુદા નિયમોમાં ફેરફાર કરીને આગળ વધવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

Related posts

દિવાળી સુધી સોનાની કિંમત ૩૪,૦૦૦ સુધી પહોંચી શકે

aapnugujarat

૧૪૦૦૦ કરોડનાં આઈપીઓ ટૂંકમાં લૉન્ચ થશે

aapnugujarat

SBIને ૪૮૭૬ કરોડનું નુકસાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1